ન્યુયોર્કઃ અમેરિકામાં નેટવર્ક માર્કેટિંગ કંપનીની આડમાં દુષ્કર્મના આરોપીને 120 વર્ષની સજા આપવામાં આવી છે. તે પોતાની સાથે જોડાયેલી મહિલાઓને ગુલામ બનાવીને તેમનું શારીરિક શોષણ કરતો હતો. તેના નેટવર્કથી ઘણા કરોડપતિ અને હોલીવુડ અભિનેતા જોડાયેલા છે. અદાલતની સજા બાદ 60 વર્ષના કેનેથ રેનેરને આજીવન જેલમાં રહેવુ પડશે.
સજા સંભળાવનાર ડિસ્ટ્રીક્ટ જજ નિકોલસ ગ્રાફુઇસે કથિત માર્કેટિંગ ગુરુ રેનેરેને હેવાન અને બેશરમ કહ્યો. તે એનએક્સઆઇવીએમ નામની નેટવર્કિંગ કંપની ચલાવતો હતો. તેની મારફતે જ તે મહિલાઓ અને યુવતીઓને પોતાની જાળમાં ફસાવીને તેનું શારીરિક શોષણ કરતો હતો. તે પાંચ દિવસના એક કોર્સની માટે લોકો પાસેથી 5 હજાર ડોલરની વસૂલાત કરતો હતો. તે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવીને પણ બ્લેકમેલ કરતો હતો.
અદલાતે જૂન 2019માં જ કેનેથને સાત કેસોમાં દોષી ગણાવ્યો હતો. તેની વિરુદ્ધ રેકેટ ચલાવવુ, વસૂલાત કરવી, અપરાધીક ષડયંત્ર રચવુ અને 15 વર્ષની નાબાલીક છોકરીનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ હતો.