અમેરિકામાં મોઘવારી વધી,લોકો કારમાં સૂવા તેમજ જીમમાં સ્નાન કરવા અને શૌચક્રિયા માટે મજબૂર બન્યા છે.
એક સમયે પૈસા કમાવવા માટે અમેરિકા નંબર વન ગણાતું હતું ત્યાં આજે સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે કેલિફોર્નિયા સહિતના શહેરોમાં આ સ્થિતિ હોવાના મિડિયા રિપોર્ટમાં કહેવાયું છે.
અમેરિકામાં ઘરનું ભાડું દિવસે ને દિવસે વધતું જતા હવે કેટલાય લોકો ભાડાના ઘર છોડીને કારમાં રહેવા મજબૂર બન્યા છે. નાહવા અને શૌચક્રિયા માટે જિમ જવાનું પસંદ કરી રહ્યા છે જ્યાં હળવી કસરત કર્યા બાદ ત્યાંના બાથરૂમ અને ટોયલેટ નો ઉપયોગ કરી રહ્યા છે.
ઇન્ટરનેટનો ખર્ચ બચાવવા માટે વાઇફાઇ માટે લાઇબ્રેરીમાં જાય છે. ગત વર્ષનું ઘરનું ભાડું 24%થી વધીને 28% થઈ ગયું છે.
2020 સુધીમાં અમેરિકામાં 70 લાખ લોકો સસ્તા ભાડાનાં મકાનોમાં રહેતા હતા. ભાડા વધારાને કારણે હવે તેમના વાહનોમાં સૂવા વાળા લોકોની સંખ્યા 5 લાખ સુધી પહોંચવાની શક્યતા છે.
તેઓ ફ્રી પબ્લિક પાર્કિંગમાં કાર પાર્ક કરે છે. રહેણાંક વિસ્તારોમાં પાર્કિંગ જોખમી છે, કારણ કે જે લોકોના ઘર પાર્કિંગની નજીક છે તેઓ પોલીસને બોલાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગણા ભારતીયોનું કહેવું છે કે જો તમને ઇન્ડીયામાં દર મહિને ૫૦,૦૦૦ મળતા હોયતો અમેરિકા આવતા નહિ કારણકે અહી સતત ૧૭ કલાક કે તેથી વધુ કામ કરવું પડે છે જેથી જે હાર્ડ વર્ક કરી પૈસા કમાવવા માંગતા હોય તેજ અહી આવે.
ટાઇમસર ઘરનું ભોજન કર્યા વગર જે મળે તે ખાઈને કરકસર કરવાથી પૈસા અહી માંડ બચે છે.
આમ,હવે ચિત્ર બદલાઈ ગયું છે જેથી ભારતમાં પોતાના વતનમાં જ કામ કરી આરામની જિંદગી જીવી શકાય છે તેમ અનુભવ થયા પછી ખબર પડતી હોવાનું જાણકારોનું કહેવું છે.