અમેરિકાના ન્યૂયોર્કમાં દક્ષિણ રિચમંડ હિલ સ્થિત શ્રી તુલસી મંદિર પાસે ગાંધીજીની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી.
બપોરે 1:30 વાગ્યાની આસપાસ 6 અજાણ્યા લોકો અહીં આવ્યા હતા અને તેઓએ અહીં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી હતી અને મંદિરની બહારના રસ્તા પર ગ્રાન્ડપી અને ડોગ (કૂતરો) પણ લખ્યું અને ઘટનાને અંજામ આપી કારમાં બેસીને ભાગી ગયા હતા.
જોકે, ગાંધીબાપુની પ્રતિમાઓ તોડવાની ઘટનાઓ અમેરિકામાં અગાઉ પણ બની ચુકી છે.
આ પહેલા તા.26 જાન્યુઆરી 2022ના રોજ, ખાલિસ્તાન સમર્થકોએ વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પોતાનો ધ્વજ લગાવ્યો હતો.
જાન્યુઆરી 2021માં કેલિફોર્નિયાના સેન્ટ્રલ પાર્કમાં બાપુની 6 ફૂટ ઊંચી પ્રતિમાને ખંડિત કરાઇ હતી.
અગાઉ ડિસેમ્બર 2020માં વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે બાપુની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું હતું.
આ અગાઉ જૂન 2020માં દૂતાવાસની બહાર ગાંધીજીની પ્રતિમાને સ્પ્રે પેઇન્ટિંગ દ્વારા નુકસાન કરાયું હતું.
આમ,વારંવાર ગાંધી બાપુની પ્રતિમાઓ વારંવાર તોડવામાં આવી રહી છે.