ભારત હાલ કોરોના ની ભયાનક મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે જ અમેરિકા એ પોતાનો જૂનો અસલી રંગ બતાવી ભારતને ધમકી આપતા તેનો અસલી ચહેરો સામે આવી ગયો છે, અમેરિકાની નૌસેનાએ પોતેજ દાવો કર્યો કે તેઓ પરવાનગી વગર જ ભારતની સીમામાં પ્રવેશ્યા હતા અને ધમકી પણ આપી કે આગળ પણ આવું જ કરતા રહીશું.
જોકે આ બાબતે ભારતે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ અમેરિકાના રક્ષા મંત્રાલય ને કોઈ અસર થઈ ન હતી,સેનાના પૂર્વ અધિકારીઓ પણ આ વિશે આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારતીય સીમામાં ઓપરેશનનો દાવો અમેરિકાની 7મી ફ્લિટે કર્યો છે, જે તેનો સૌથી મોટો કાફલો છે. અગાઉ ના વર્ષો માં ભારત પર દબાણ બનાવવા માટે 1971ની બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા આ દળ બંગાળની ખાડી માં પ્રવેશ્યું હતું ત્યારબાદ આટલા વર્ષો બાદ આ બીજો પ્રયાસ છે.
અમેરિકાના નેવીનું ક્રૂઝર USS જોહન પોલ જોન્સ (DDG 53) એટલે ડિસ્ટ્રૉયર વગર પરવાનગી વિના ભારતની સીમમાં પ્રવેશ્યું હતું એટલુંજ નહિ ભારતને પડકાર આપ્યો અને પછી ધમકી આપી કે તે ભવિષ્યમાં પણ આવું જ કરશે.
હકીકતમાં UNના સમુદ્રી કાયદાના અનુસાર, સમુદ્ર તટથી 200 નોટિકલ માઇલ (370 કિમી) સુધી EEZ એટલે એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન હોય છે. આવી સ્થિતિમાં ભારતના EEZમાં પ્રવેશતાં પહેલાં USના જહાજને પરવાનગી લેવાની હતી, પરંતુ એને આવું ન કર્યું. અમેરિકી જહાજ 130 નોટિકલ માઇલ (240 કિમી) સુધી પ્રવેશ્યું. આ દાવો ખુદ અમેરિકાની નૌસેનાના 7મા મોટા બેડા દ્વારા કરવામાં આવ્યો છે.
અમેરિકાની નૌસેનાનું કહેવું છે કે તેનું આ ઓપરેશન ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન હતું, એટલે FONOP અને તે આ પ્રકારના ઓપરેશનથી તે દેશોની દરિયાઇ સીમામાં પ્રવેશ કરીને પડકાર આપે છે, જે પોતાની દરિયાઇ સીમાને વધારીને બતાવે છે. તે કોઈ એક દેશ વિરુદ્ધ નથી અને ન તો કોઈ પ્રકારનું કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે.
અમેરિકા નૌસેના આ પ્રકારનું ઓપરેશન 1979થી કરી રહી છે. અમેરિકાની સેનાઓ હિંદ-પ્રશાંત વિસ્તારમાં ડેઈલી બેસિસ પર ઓપરેટ કરે છે. તમામ ઓપરેશન આંતરરાષ્ટ્રીય કાયદામાં ડિઝાઈન હોય છે. આ અભિયાન દર્શાવે છે કે US આંતરરાષ્ટ્રીય કાયદાના અંતર્ગત ઉડાન, તરવું અને ઓપરેટ કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના રક્ષા મંત્રાલયના અનુસાર, FONOPsનું દર વર્ષે સમજીવિચારીને પ્લાન કરવામાં આવે છે.
ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોએ જહાજ પરત ન ફર્યું ત્યાં સુધી તેનું ધ્યાન રાખ્યું. ડિપ્લોમેટિક ચેનલ્સથી ભારતે EEZમાં ઘૂસણખોરીથી સંબંધિત ચિંતાઓથી અમેરિકાને વાકેફ કરી દીધું છે, પરંતુ અમેરિકાના રક્ષા મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેનું ઓપરેશન આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં હતું. એ ઉપરાંત તેને આરોપ પણ લગાવ્યો હતો કે ભારત તેની સીમાને વધારીને બતાવી રહ્યું છે.
નૌકાદળના ભૂતપૂર્વ વડા અરુણ પ્રકાશ કહે છે કે ભારતીય EEZમાં અમેરિકાના 7મા બેડાએ ઘરેલું કાયદો તોડ્યો છે. દક્ષિણ ચીન-સમુદ્રમાં અમેરિકાનાં જહાજોનું આ પ્રકારનું મિશન સમજી શકાય એવું છે, પરંતુ ભારતમાં આવા ઓપરેશનથી શું સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?
જ્યારે રિટાયર્ડ આર્મી ઓફિસર અને ડિફેન્સ એનાલિસ્ટ બ્રિગેડિયર વી. માહલિંગમે પણ આ ઘટનાની પુષ્ટિ કરી અને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમેરિકા પોતાનો અસલી રંગ બતાવી રહ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે સાવધાન થઈ જવું જોઈએ નહિ તો ક્યારેય મિત્ર નહિ બનેલું અમેરિકા તેનો અસલી રંગ બતાવી શકે છે.