હાલ ચાઈના દુનિયા સામે દાદાગીરી ઉપર ઉતર્યું છે ત્યારે અમેરિકાએ પણ ચાઈના ને સબક શીખવવા માટે એક પછી એક પગલાં ભરી રહ્યું છે, ચીનના કેટલાક ઓફિસરો ઉપર વિઝા પ્રતિબંધ લગાવી દીધો છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ માહિતી આપી છે. પોમ્પિયોએ કહ્યું છે કે, અમે તિબેટ માટે વિશેષ અમેરિકન કાયદા અંતર્ગત આ પ્રતિબંધ લગાવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આજે મે પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી)ના ઓફિસરોના વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે. આ ઓફિસરો અન્ય દેશોના તિબેટ જતા રોકી રહ્યા હતા તેથી આ પગલું ભરવામાં આવ્યું છે
પોમ્પિયોએ કહ્યું- ચીન અમેરિકન ડિપ્લોમેટ્સ, ઓફિસરો, પત્રકારો અને ટૂરિસ્ટસને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (TAR) અને ત્યાંના અન્ય વિસ્તારોમાં જતા રોકી રહ્યા હતા . જ્યારે અમારા દેશમાં ચીનના લોકો અને ઓફિસર્સને ક્યાંય જવાનો પ્રતિબંધ નથી.
તેમણે કહ્યું કે, ચીની ઓફિસરો તિબેટમાં અન્ય દેશોના લોકોને જવા માટે અલગ નીતિ બનાવી રહ્યા છે અને તેને લાગુ કરી રહ્યા છે. તિબેટમાં લોકોને જતા રોકવા તે માનવ અધિકારોનું હનન છે.
પોમ્પિયોએ કહ્યું- અમેરિકા તિબેટીયન લોકોના માનવધિકારોનું સન્માન કરે છે. ત્યાં તેમનું જ શાસન હોવું જોઈએ. ત્યાંની ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાની નવી ઓળખ બનાવી જોઈએ. આમ અમેરિકા અને ચાઈના વચ્ચે તિબેટ ને લઈ ટકરાવ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
