ચીનના વિરોધ વચ્ચે અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાતે આવતા ચીન ગુસ્સે થયું છે અને તાઇવાન ક્ષેત્રમાં 21 લડાકુ વિમાન મોકલતા હવે બન્ને દેશ વચ્ચે ગમેત્યારે યુદ્ધ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકાના નેવી તથા એરફોર્સના 24 ફાઈટર જેટ હાલ નેન્સીના વિમાનની સુરક્ષા માટે તાઇવાન હવાઈ ક્ષેત્રમાં હાલમાં સ્ટેન્ડબાય રખાયા હોય અને ચીનના 21 લડાકુ વિમાન પણ તાઇવાન નજીક આવી ગયા હોય અમેરિકા અને ચીન વચ્ચે તંગદીલી જોવા મળી રહી છે.
ચીને કહ્યું છે કે અમે ટાર્ગેટેડ મિલિટરી એક્શન ચોક્કસપણે ભરશું. જોકે, એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે ચીન કયા ટાર્ગેટ ઉપર સૈન્ય કાર્યવાહી કરવા અંગે ધમકી ઉચ્ચારી રહ્યું છે. આ અગાઉ ચીને તાઈવાન સીમા નજીક મિલિટરી ડ્રિલ પણ કરી હતી. સૌથી મહત્વની વાત તો એ રહી કે અમેરિકા, તાઈવાન તથા ચીન ત્રણેયે પોતાના લશ્કરને કોમ્બેટ રેડી (યુદ્ધ માટે તૈયાર) રહેવા કહ્યું હતું. મંગળવારે મોડી સાંજે ત્રણેય સેના માટે હાઈએલર્ટ પણ આપવામાં આવ્યું હતું.
અમેરિકા અને તાઈવાનની સેના ચીનનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયેલી છે. US નૌકાદળના 4 વૉરશિપ હાઈએલર્ટ પર છે અને તાઈવાનના સમુદ્રી સીમામાં છે. તેમની ઉપર F-16 અને F-35 જેવા એડવાન્સ્ડ ફાઈટર જેટ્સ તથા મિસાઈલ આવેલી છે. રીપર ડ્રોન તથા લેઝર ગાઈડેડ મિસાઈલો પણ તૈયાર છે. જો ચીન તરફથી કોઈ અટકચાળો કરવામાં આવશે તો અમેરિકા અને તાઈવાન તેની ઉપર બે બાજુથી હુમલો કરી શકે છે.
ચીને પણ લોંગ રેન્જ હુડોંગ રોકેટ તથા ટેન્ક તૈયાર રાખ્યા છે. તેની પાસે તાઈવાન સ્ટ્રેટમાં અન્ય મિલિટરી ઈન્સ્ટોલેશન્સ પણ છે. તેનો પણ તે ઉપયોગ કરી શકે છે. અમેરિકા ચીન ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. USના રોનાલ્ડ રીગન વોરશિપ તથા અસોલ્ટ શિપ હાઈએલર્ટ ઉપર રખાયા છે અને અમેરિકાએ અગાઉથીજ સેનાને એલર્ટ રાખી છે અને અમેરિકા હવે ચીનને બતાવી દેવાના મુડમાં હોય ફરી એક વોર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.