વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા ચાઇનીઝ કંપનીઓ સામે કડક કાર્યવાહીનો ઘટનાક્રમ યથાવત્ રહ્યો છે અને દેશની સુરક્ષા અને અખંડતો હવાલો આપી મોટી સંખ્યામાં ચાઇનીઝ કંપનીઓને અમેરિકામાં પ્રતિબંધિત કરી રહ્યુ છે. આ વખતે અમેરિકન સરકારે વધુ ચાર ચાઇનીઝ કંપનીઓ જેમાં સૌથી મોટી પ્રોસેસર ચીપ મેન્યુફેક્ચર્સ કંપની અને એક સરકારીઓઇલ કંપનીને પ્રતિબંધિત શ્રૈણી એટલે કે બ્લેકલિસ્ટમાં મૂકી દીધી છે. આ બ્લેકલિસ્ટ 4 કંપની ચાઇનીઝ કંપનીઓમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. નવી બ્લેકલિસ્ટ કંપનીઓ સાથે અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી ચાઇનીઝ કંપનીઓની કુલ સંખ્યા વધીને 35 થઇ ગઇ છે.
અમેરિકા દ્વારા સુરક્ષાનો હવાલો આપીને ચાઇનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ રાખ્યુ છે. પેંટાગોન દ્વારા તાજેતરમાં 4 કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી છે, જેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. બ્લેકલિસ્ટમાં કરવાનો અર્થ છે, આ ચાઇનીઝ કંપનીઓને અમેરિકામાંથી ટેકનોલોજી અને મૂડીરોકાણ પ્રાપ્ત થઇ શકશે નહીં. બ્લેકલિસ્ટમાં શામેલ આ ચાઇનીઝ કંપનીઓ વિશે મનાય છે કે, તેમનો સંબંધિત ચીનના સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના મિલિટ્રી વિંગ પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ને આધુનિક કરવાના પ્રયત્ન સાથે છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકા એ પહેલાથી જ ચીનની ટેલિકોમ કંપનીઓ હુવેઇ પર અમેરિકાની ચીપ અને અન્ય ટેકનોલોજી ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાએ જૂનની બ્લેકલીસ્ટમાં 20 કંપનીઓની પહેલી યાદીમાં હુવેઇ અને વીડિયો સર્વેલન્સ પ્રોવાઇડર હાઇકવિઝન ડિજિટલ ટેકનોલોજી કોર્પોરેશનનું પણ નામ છે. આ યાદીમાં સરકારી ફોન સેવા કંપની ચાઇના ટેલિકોમ કોર્પોરેશન અને ચાઇના યુનિકોમ લિમિટેડનુ પણ નામ છે. તે ઉપરાંત કેટલાક પેટ્રોકેમિકલ, કન્સ્ટ્રક્શન, એરોસ્પેસ રોકેટ્રી, શિપબિલ્ડિંગ અને ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ પર આ બ્લેકલિસ્ટમાં મુકાઇ છે.