અમેરિકા ક્યારે ગુલાંટ મારે એ નક્કી નય બોસ હજુ તો જુઓને થોડા દિવસ પહેલા અમેરિકા ને કોરોના સામે લડવા મેલેરિયા ની દવા ની જરૂર પડી અને ભારતે આપી પણ ખરી પણ આ દવા ગોરી ચામડી ઉપર અસર નહિ કરતા પાછા ધોળીયા અસલ મિજાજ માં આવી ગયા બોલો, વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતના 6 ટ્વિટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કર્યા બાદ વ્હાઇટ હાઉસે એક વખત ફરી આ દરેકને અનફોલો કરી દીધા છે.જ્યારે અમેરિકા એ રીતે ભારત ના 6 ટવીટર હેન્ડલ ફોલો કર્યા ત્યારે આપણા નેતાઓ તાન માં આવી ગયા હતા પણ આતો ભાઈ ગોરીયા હો પાછા પોતાના અસલ રૂપ માં આવી ગયા.
આપને જણાવી દઈએ કે ભારતે જ્યારે કોરોના વાયરસથી લડત માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવાનો નિર્ણય લીધો તે બાદ 10 એપ્રિલે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલે અનેક ભારતીય ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા.
તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં અમેરિકી દૂતાવાસને ફોલા કરવામાં આવ્યા છે. તે સિવાય ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરને પણ ફોલો કર્યા હતા. આ દરેકની સાથે વ્હાઇટ હાઉસ દ્રારા ફોલો કરવામાં આવેલા લોકોની સંખ્યા 19 થઇ ગઇ હતી. જેમા દરેક વિદેશી હેન્ડલ ભારતથી સંબંધ રાખતા હતા થોડાક દિવસ બાદ વ્હાઇટ હાઉસે ફરીથી આ દરેક ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધા છે અને ફરીથી માત્ર અમેરિકી પ્રશાસન ડોનાલ્ડ ટ્રમ્પથી જોડાયેલા ટ્વિટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. વ્હાઇટ હાઉસ હવે માત્ર 13 ટ્વિટર હેન્ડલને ફોલો કરી રહ્યા છે. ત્યારે આ વાત આપણા દેશના જુવાનિયાઓ ના ધ્યાને આવતા સોસિયલ મીડિયા માં અનેક કૉમેન્ટ્સ કરી આ વારંવાર ફરી જતા અમેરિકન સામે રોષ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
