અમેરિકા નું ડબ્બલ સ્ટાન્ડર્ડ સામે આવ્યું છે અને મયના મય અને બાર ના બાર હોવાની વાત સપાટી ઉપર આવી છે.અમેરિકા પોતેજ આતંકવાદીઓ ને મદદ કરતું હોવાનું સામે આવ્યું છે,ભારત સાથે દોસ્તી ની વાતો કરી આતંકવાદીઓ સાથે પણ અંદરખાને નાણાકીય સહાય પુરી પાડતુ હોવાની વાત બહાર આવી છે.
અમેરિકામાં બરાક ઓબામા સરકાર દ્વારા અલકાયદા નામના આતંકી સંગઠનની નાણાકિય મદદ કરવામાં આવી હોવાની વાત નો ખુલાસો થયો છે, નવાઈ ની વાત તો એ છે કે આતંકવાદીઓ ને કરાયેલી મદદ અજાણતા નહીં પરંતુ જાણીજોઇને અલકાયદાને ફંડ આપવામાં આવ્યું હતું.
આ રિપોર્ટ અમેરિકાની સીનેટ કમિટિ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ માં વધુ માં જણાવ્યું છે કે, માત્ર અલકાયદા જ નહીં પણ તેની સાથે જોડાયેલા અન્ય આતંકી સંગઠનોને પણ ઓબામા સરકારે નાણાકિય મદદ કરી હતી. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકા અને બરાક ઓબામા બંને ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આતંકવાદને ડામવાની મોટી મોટી વાતો કરતું અમેરિકા જ પાછલા દરવાજેથી તેને મદદ કરે છે તેવું સાબિત થાય છે. રિપોર્ટ અમેરિકન સીનેટની નાણાકિય સમિતિના અધ્યક્ષ ચક ગ્રાસલેના કાર્યકાળ દરમિયાન ઓબામા પ્રશાસને બે લાખ અમેરિકી ડોલરનું અનુદાન કર્યુ હતું. આ અનુદાનની તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર થયો છે. જેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અલકાયદા સાથે સંબંધ રાખતા ઇસ્લામિક રિલીફ એજન્સીને નાણાકિય સહાય કરવામાં આવી હતી.
અગાઉ ના વર્ષો માં પણ અમેરિકાની સરકારી એજન્સીઓ દ્વારા પાકિસ્તાન અને મધ્ય પૂર્વના આતંકી સંગઠનોને મદદ કરતું હોવાનું સપાટી ઉપર આવી ચુક્યુ છે. ત્યાર બાદ આ અંગે તપાસ કરાતા તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેના કારણે ફરી એક વખત અમેરિકા નું ડબ્બલ સ્ટાન્ડર્ડ છતું થયું છે. આતંકવાદના નામે દુનિયાભરમાં ખોટા ફાંકા ફોજદારી કરતુ અમેરિકા પોતે જ આતંકવાદને પોષતુ હોવાની વાત ફરી એકવાર સપાટી પર આવી ગઈ છે. અત્રે નોંધનીય છે કે અમેરિકા ને ભારે પડનાર અને પ્લેન હુમલો કરનાર ઓસામા બિન લાદેન પણ અમેરિકા એજ પાળી ને મોટો કર્યો હતો પણ તે જ અમેરિકા ને ભારે પડ્યો હતો આમ અમેરિકા જ આતંકવાદ ને પ્રોત્સાહન આપતું હોવાની વાત સપાટી ઉપર આવતા સાથી રાષ્ટ્રો માં ચકચાર મચી ગઇ છે.
