દુનિયા માં કોરોના નું સંક્રમણ વધ્યુ છે અને અમેરિકામાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે પરિણામે અહીંની હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. અહીં મૃતકો નો આંકડો 2.56 લાખ ને પાર થઈ ચૂક્યો છે.
કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ને લઈ દુનિયા માં વારંવાર સ્કુલ બંધ કરવાના નિર્ણયના પગલે વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક કારકિર્દી જોખમ માં મુકાઇ છે. આ અંગે ચાન્સેલર રિચાર્ડ કારેનાઝે જણાવ્યું કે ન્યુયોર્ક શહેરમાં સંક્રમણ વધવાના કારણે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહી નેવાદા અને મિશિગન જેવા રાજ્યોમાં તો કોરોના ની સ્થિતિ અત્યંત ખરાબ છે. નેવાદાના રેનો શહેરની હોસ્પિટલમાં દર્દીઓ એટલા વધ્યા કે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવવા પડ્યા છે.
ન્યુયોર્ક સિટી એડમિનિસ્ટ્રેશને સંકેત આપ્યા કે અહીં લોકડાઉન લગાવવામાં આવી શકે છે. સ્કુલ, હોટલ, રેસ્ટોરન્ટ્સ અને બાર બંધ કરવામાં આવ્યા છે. મિનેસોટામાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે. અહીં પણ કેટલાક પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. બ્રાઝીલમા પણ બીજી વખત સંક્રમણ અને મૃત્યુ વધી રહ્યાં છે. ઉરગ્વેના બ્રાઝીલ બોર્ડરથી જોડાયેલા વિસ્તારોમાં પણ કોરોના ની સ્થિતિ છે. આમ એક વર્ષ થી પુરી દુનિયા માં ભરડો નાખીને બેઠેલો કોરોના જવાનું નામ નહિ લેતા દુનિયા નું રૂટિન ચક્ર ખોરવાઈ ગયું છે અને નવાઈ ની વાત તો એ છે હવે આ વાયરસ ની દવા પણ કોઈ દેશ હજુ સુધી બનાવી શક્યો નથી.
