અમેરિકા માં સાન ફ્રાન્સિસ્કો ખાતે ચીની એમ્બેસીમાં કાર્યરત મહિલા વૈજ્ઞાનિક ની ચીન વતી જાસૂસી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે, તે ખોટા દસ્તાવેજો વડે અમેરિકા પહોંચી હતી અને ચીન વતી જાસુસી કરી રહી હતી, અમેરિકા એ એવો પણ ધડાકો કર્યો હતો હજુપણ વિવિધ 25 જેટલાં ચીની જાસુસો અમેરિકામાં કાર્યરત છે અને તે તમામ ને ખૂબ જલ્દી થી પકડી લેવામાં આવશે.
અમેરિકી તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના દાવા મુજબ, ટેન્ગ જુઆન નામની બાયોલોજીની વૈજ્ઞાનિક મહિલાની વિઝા સંબંધી દસ્તાવેજોમાં છેતરપીંડી બાબતે ધરપકડ કરવામાં આવી છે. મહિલા વૈજ્ઞાનિક અમેરિકી સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં જાસુસીમાં સંડોવાયેલી હોવાનો FBIએ આરોપ મૂક્યો છે. જોકે કેવી રીતે અને ક્યાંથી ટેન્ગ જુઆનની ધરપકડ કરવામાં આવી એ વિશે FBI દ્વારા કશી સ્પષ્ટતા કરવામાં નથી. વધુ કેટલાંક ચીની જાસુસો અમેરિકામાં ભાંગફોડિયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો.
અમેરિકાએ દાવો કર્યો છે કે ટેન્ગ જુઆન ચીની સૈન્ય સાથે સંકળાયેલી હોવા છતાં અમેરિકામાં પ્રવેશતી વખતે આ વિગતો છૂપાવી હતી. જ્યારે અમેરિકાએ તેની પૂછપરછ કરી તો સંતોષકારક જવાબ આપવાને બદલે તેણે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ચીની એમ્બેસીમાં શરણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. FBIની પૂછપરછ દરમિયાન ટેન્ગ જુઆને પોતે ચીની સૈન્ય સાથે સંબંધ ન ધરાવતી હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેનાં મકાનની તલાશી અને સોશિયલ મીડિયાના તેના એકાઉન્ટ્સની છાનબીન દરમિયાન કેટલીક તસવીરો મળી હતી જેમાં તે મહિલા વિવિધ પ્રસંગે ચીની સૈન્ય પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ના યુનિફોર્મમાં જણાઈ હતી. અમેરિકામાં તે બાયોસાયન્ટિસ્ટ તરીકે પ્રવેશી હતી, પરંતુ વાસ્તવમાં તે ચીની સૈન્યની મેડિકલ યુનિવર્સિટી સંબંધિત જવાબદારી સંભાળતી હતી. આમ હવે અમેરિકા ચાઈના વિરુદ્ધ એકપછી એક એક્શન લઈ રહ્યું છે ,જેનાથી બન્ને દેશો વચ્ચે હાલ તણાવ વધ્યો છે જેની પાછળ ચીન ના કોરોના વાયરસ જવાબદાર હોવાનું સામે આવ્યુ છે ચાઈના એ કોરોના વાયરસ ફેલાવી ને દુનીયા ને દેવા ના ચકકર માં ડુબાડી પાયમાલ કરી વિશ્વ ઉપર પોતાનું સામ્રાજ્ય ઉભું કરવાની પેરવી કરી હોવાનું કેટલાક દેશો નું માનવું છે.
