અમેરિકા માં યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 ના પરિણામો પર રાજકીય ઘમાસાણ ચાલુ છે ત્યારે બીજીતરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતી આચરવા માં આવી હોવાનું સમર્થકો ને જણાવતા ઉશ્કેરાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ તોફાન મચાવતા પોલીસ અને સમર્થકો વચ્ચે મારમારી અને ફાયરિંગ થતા એક મહિલા નું મોત થઈ ગયું છે અને અનેક ઇજાગ્રસ્ત બન્યા હતા.
આંતર રાષ્ટ્રીય સ્તરે આ વાતે ભારે ચકચાર જગાવી છે. જોકે,ટ્રમ્પ ના સમર્થકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન થતા સલામતી ના કારણોસર વોશિંગ્ટન ડીસીમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.
જોકે, રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા બિડેને કહ્યું છે કે હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના શપથ પૂરા કરવા અને બંધારણની રક્ષા કરવા માટે જણાવું છું, અને આ ઘેરાબંદી નાબૂદ કરવાની માંગ કરું છું.
અમેરિકી કેપિટલ બિલ્ડિંગમાં થયેલા હંગામાની ઘટના પર રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલી જો બાઈડને રાષ્ટ્રદ્રોહની ઘટના ગણાવી છે તેઓએ ટ્વિટ કરતા લખ્યુ કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરે છેકે તેઓ પોતાના સોંગદ પૂર્ણ કરે અને બંધારણની રક્ષા કરે આ ઘેરાબંધી બંધ થાય તેવી પણ તેઓએ માંગ કરી હતી.
ટ્રમ્પ સમર્થકો કેપિટલ બિલ્ડિંગની અંદર પણ ઘુસી ગયા હતા ટ્રમ્પ સમર્થકોના હંગામા અને હિંસાના કારણે સ્થિતિ એ હદે બગડી ગઈ કે વોશિંગ્ટન ડીસીમાં કફ્યૂ લાગુ કરવો પડ્યો છે હંગામા દરમિયાન ટ્ર્મ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે જૂથ અથડામણ થઈ જેમાં ફાયરિંગ થતા કેટલાય ને ગોળી વાગવાના કારણે ઈજાગ્રસ્ત બન્યા છે અને એક મહિલાનું સારવાર દરમિયાન મોત પણ થયુ છે આ હંગામો એવા સમયે થયો જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજને લઈને ચર્ચા ચાલતી હતી..આ બેઠકમાં બાઈડનની જીતની પુષ્ટી થવાની હતી.જોકે આ ઘટનાની સમગ્ર અમેરિકામાં નિંદા થઈ રહી છે. બીજી તરફ ટ્રમ્પ એ પોતાના સમર્થકો ને શાંતિ ની અપીલ કરી હતી.
