અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા સંસદ પરિસરમાં થયેલા તોફાનો બાદ હિંસા ભડકી ઉઠતા અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ચૂક્યા હોવાના અહેવાલ છે. હિંસા બાદ વોશિંગ્ટન મેયરે 15 દિવસની કટોકટી જાહેર કરી છે.
ટ્રમ્પના સમર્થકો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પર યથાવત રાખવા, ફરી મત ગણતરી કરવાની માગ કરવામાં આવી રહી હતી.
આ ઘટના ને બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન, કેનેડાઇન પીએમ જસ્ટિન ટ્રુડો સહિત અન્ય અનેક રાષ્ટ્રપ્રમુખોએ નિંદા કરી અને અમેરિકાના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે અને દુનિયાભરના મીડિયામાં અમેરિકન હિંસાની ઘટના અંગે વ્યાપક કવરેજ થતા વિશ્વભર માં સમાચારો આગ ની જેમ ફેલાઈ ગયા છે.
