ચાઈના માંથી વછુટેલાં કોરોના એ વિશ્વના દેશો સાથે સાથે અમેરિકા ને પણ બરાબરનું ધમરોળ્યું છે કોરોના વાઇરસ ના કારણે લોકો મોત ને ભેટી રહ્યા છે ત્યારે કોરોના એ નવા લક્ષણો દેખાડવાનું શરૂ કરતા અમેરિકનો ફફડી ઉઠ્યા છે , ન્યૂયોર્કના બાળકોમાં એક રહસ્યમય બીમારી એ કેર વર્તાવ્યો છે જેમાં 2થી 15 વર્ષના 15 બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બીમારી કોવિડ-19 સાથે સંકળાયેલ છે. સોમવારે રાત્રે આરોગ્ય વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ તેમાંના મોટાભાગના બાળકોના શરીરે ચાટા પડી ગયા અને તેમને ઝાડા-ઉલટી થઇ રહી છે. 5 બાળકોને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડી છે. જ્યારે બધાને બ્લડ પ્રેશર સપોર્ટ પણ આપવામાં આવ્યો. યુરોપના ઘણા દેશોમાં પણ આવી બીમારી ફેલાઇ છે. પરંતુ હજુ સુધી તેના કારણે કોઇ મોત થયા નથી.
બુલેટિનમાં કહેવાયું છે કે ડોક્ટરો હજુ સુધી આ બીમારીને સમજી શક્યા નથી. જો કે આ 15 બાળકોમાંથી ઘણા કોરોના પોઝિટિવ છે. અન્યની એન્ટિબોડી તપાસમાં જણાયું કે તેઓ પહેલાં ચેપી રહ્યા છે. ન્યૂયોર્ક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં દાખલ બાળકોમાં મેન્ટોક્સિક શોક કે કાવાસાકી રોગ જેવા લક્ષણો છે. તે એક દુર્લભ બીમારી છે. જેમાં રક્તવાહિકાઓમાં સોજો આવી જાય છે. રાજ્ય આરોગ્ય કમિશનર ડૉ. હાર્વર્ડ એ જકરે કહ્યું કે અધિકારીઓ આ સિન્ડ્રોમને સમજવા અભ્યાસ કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં રહસ્યમયી સિન્ડ્રોમથી બાળકો બીમાર પડવાનું શરૂ થતા તબીબી આલમ આ વાયરસ ને સમજવાની કોશિશ કરી રહ્યા છે અમેરિકા માં સ્થિતિ અત્યંત ખરાબ છે અને કોરોના એ અંધાધૂંધી નું વાતાવરણ ઉભું કરી દીધું છે અને મોટાપાયે આર્થિક નુકશાન પહોંચી રહ્યું હોવાછતાં તેઓ ચાઈના વિરુદ્ધ સબળ પુરાવા નહીં મળતા કઈ કરી શકતું પણ નથી
