કોરોના કાળ માં પોતાની જિન્દગી ની પરવા કર્યા વગર અનેક દર્દીઓ ની રાતદિવસ સારવાર કરીનેઅમેરિકામાં ભારત નું નામ ગુંજતું કરનારા તબીબ તરીકે ફરજ બજાવતા ડો.મેઘનાબા ચુડાસમાનું પ્રેગનન્સીમાં ડિલિવરી દરમિયાન મોત થઇ જતાં અરેરાટી સાથે ચકચાર ફેલાઈ ગઈ છે. જોકે આ દરમિયાન બાળક બચાવી લેવાયું છે. કોરોનાની સારવારમાં તેઓએ અમેરિકાના લોકોના દિલ જીતી લીધા હતા અને છેલ્લે ડિલિવરી ના સમય સુધી સતત ફરજ બજાવતા રહ્યા હતા પણ પોતે જિંદગીનો જંગ હારી ગયા હતા. આ અંગે ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા ને જણાવ્યું કે, ડો.મેઘનાબા એક યુવા ટેલેન્ટેડ ડોકટર હતા અને તેઓ અમેરિકામાં ઉચ્ચ પ્રતિષ્ઠીત મેડિકલ ડિગ્રી મેળવીને ત્યાંજ સ્થાયી થયા હતા અને કારકિર્દી બનાવી હતી.કોરોના જેવી મહામારી માં તેઓ એ જોખમી ફરજ બજાવી હતી અને પ્રેગનન્સી સુધી ફરજ બજાવતાં રહ્યા હતા અને ડિલિવરી સમયે અકાળે કરુણ મોત થયુ હતું.
સ્વ. મેઘનાબા નું મૂળ વતન પીપળ, ધંધુકા છે અને મેઘનાબાના પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા દુબઈ માં છે. મેઘનાબા જેવા કર્તવ્યનિષ્ઠ તબીબ ની વિદાયથી તેઓના પરીવાર ઉપર દુઃખ આવી પડતાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ શોક ની લાગણી વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
