ન્યુયોર્કઃ એમેઝોનના માલિક જેફ બેઝોસ પોતાના ત્રણ સાથીઓ સાથે અવકાશનો પ્રવાસ કરીને પૃથ્વી પર પરત આવ્યા છે અને આ સાથે માનવજાતે એક નવો ઇતિહાસ રચ્યો છે. બેઝોસે આ પ્રવાસ મારફતે સ્પેસ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કર્યો છે. આવુ પહેલીવાર બન્યુ છે કે જ્યારે કોઇ વ્યક્તિ ખાનગી ખર્ચે નાગરિકને એક ખાનગી રોકેટ મારફતે અવકાશમાં મોકલવામાં આવ્યુ હોય.
જેફ બેજોઝની સ્પેસ કંપની બ્લૂ ઓરિજીનનું રોકેટ ન્યૂ શેફર્ડ ચાર યાત્રીઓની સાથે સ્પેસ સફર પર ઉડાણ ભરી હતી બ્લૂ ઓરિજિનનું ન્યૂ શેફર્ડ રોકેટ પોતાના મુસાફરોને બ્લૂ કેરમેન લાઈન સુધીની સફર કરાવી હતી.. આ લાઈન ધરતીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ પર આવેલ છે. આ લાઈનને પૃથ્વીના વાતાવરણ અને સ્પેસની વચ્ચે બાઉન્ડ્રીના રૂપમાં ઓળખવામાં આવે છે.
આ પ્રવાસમાં કુલ ચાર અવકાશયાત્રીઓ હતા, જેફ બેઝોસ, તેમના ભાઈ માર્ક બેઝોસ, મહિલા અવકાશયાત્રી વાલી ફંક અને ઓલિવર ડેમોન શામેલ છે. 1939માં જન્મેલા મેરી વાલેસ ફંક હવે વાલી ફંક તરીકે ઓળખાય છે. તેઓ પાઈલટ હતા અને તેમાંથી અવકાશયાત્રી બન્યા હતા.
અવકાશ પ્રવાસમાં સૌથી મોટો ખર્ચ રોકેટનો હોય છે. પરંતુ બ્લુ ઓરિજિને રિ-યુઝેબલ રોકેટ બનાવીને મોટી સિદ્ધિ મેળવી છે. ઉતરાણની થોડી મિનિટો પછી ચારેય અવકાશયાત્રીઓ સલામત રીતે બહાર આવ્યા હતા. અવકાશયાત્રીઓનું શરીર થોડી મિનિટો માટે ગુરુત્વાકર્ષણવિહિન સ્થિતિમાં રહ્યું હતું, પણ તેની કોઈ વિપરિત અસર તેમના શરીર પર જોવા મળી ન હતી. કેપ્સ્યુલ ઉતર્યાની થોડી મિનિટો પછી અવકાશયાત્રીઓને તેમાંથી બહાર કાઢવા માટે બ્લુ ઓરિજિનની ટીમ ત્યાં પહોંચી હતી.