એશિયા કપ 2022 જીતવા ભારે રસાકસીનો માહોલ જામ્યો છે ત્યારે અફઘાનિસ્તાનના ખેલાડીએ પાકિસ્તાનના ખેલાડીને આઉટ કરતા પાક ખેલાડીનો પિત્તો ગયો હતો અને અફઘાનિસ્તાનના ખેલાડીને મારવા બેટ ઉગામતા મામલો ગરમાયો હતો.
પાકિસ્તાન અને અફઘાનિસ્તા વચ્ચેની મેચ ચાલતી હતી, એક સમયે પાકિસ્તાનનું પલ્લું ભારે થઈ રહ્યું હતું તે સમયે અફઘાનિસ્તાનના બૉલર અને પાકિસ્તાનના ખેલાડી વચ્ચે બબાલ થઇ ગઇ હતી. જ્યારે પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલી આઉટ થયો તો તેને અફઘાન બૉલર ફરીદ અહેમદ પર બેટ ઉગામી મારવાની કોશિશ કરતા અન્ય ખેલાડીઓ દોડી આવ્યા હતા.
19મી ઓવરમાં અફઘાનિસ્તાની બૉલર ફરીદ અહેમદ એ આસિફ અલી ને આઉટ કર્યો, આ દરમિયાન આસિલ અલી ગુસ્સો થઇ ગયો, તેને ફરીદ પર બેટ ઉગામી દીધુ અને બન્ને વચ્ચે બોલાચાલી અને ધક્કા મુક્કી થઈ હતી. ફરીદે વિકેટ લેતા જ આસિફ અલી ગુસ્સે થઈ ગયો અને તેને બેટ મારવા દોડ્યો હતો, જોકે બાદમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો.
આ ઘટનાને પગલે ભારે ચર્ચા ઉઠી હતી.