ભારત ના લદાખ નજીક ઘેરો લગાવી ને બેઠેલા ચાઈના એ આખરે પીછેહઠ કરી છે અને મિટિંગ બાદ તેઓ એ ત્યાંથી હઠી જવા સહમતી દર્શાવી હોવાના અહેવાલ છે, ગલવાનમાં હિંસક ઝપાઝપીના 7 દિવસ બાદ ભારતના દબાણ સામે ચીને વધારે આગળ વધવામાં શાણપણ બતાવ્યું છે. ગઈ કાલે ચીન સીમામાં આવેલા મોલ્ડોમાં બંને દેશો વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. સેનાના જણાવ્યા પ્રમાણે, વાતચીત સારા માહોલમાં થઈ અને તેનું પરિણામ પણ હકારાત્મક આવ્યું છે અને પૂર્વી લદ્દાખમાં અથડામણ વાળી જગ્યાએથી બંને દેશની સેનાઓએ પાછળ હટવા માટે સહમતી બનાવી છે.
આ બધા વચ્ચે મંગળવારે આર્મી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેલેહની મુલાકાત માટે રવાના થઇ ચુક્યા છે. એક દિવસ પહેલાં જ ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં લેફ્ટિનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ છે. જનરલ નરવણે અહીં જમીન સ્તરની સીમા સુરક્ષાની માહિતી મેળવશે. તે સાથે જ સેનાની 14 કોર્પ્સના ઓફિસર્સ સાથે થેયલી મીટિંગમાં શું પ્રગતિ આવી છે તે વિશે પણ ચર્ચા કરનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું છે.
આ અગાઉ તેઓએ સોમવારે દિલ્હીમાં સેનાના કમાન્ડર્સ સાથે બેઠકમાં લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સીમા ઉપર ની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
15 જૂનની રાતે હિંસક ઝપાઝપી બાદ સોમવારે ભારત-ચીન વચ્ચે મોલ્ડોમાં લેફ્ટિનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ હતી. ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ બેઠકમાં પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકોને હટાવવાની માંગણી કરી હતી.
ભારતીય ઓફિસરોએ ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી છે. ઝપાઝપીને ચીનનું કાવતરું અને ક્રૂરતા ગણાવવામાં આવી છે. ભારતની માંગ છે કે, ચીન લદ્દાખમાં તેમના સૈનિકો ની સ્થિતિ એપ્રિલ માં હતી તે મુજબ રાખે.
ચીનની સેનાએ કબુલ કર્યું કે 15 જૂને ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપીમાં તેમના કમાન્ડર ઓફિસર સહિત 2 સૈનિકોના મોત થયા હતા. આમ હાલ પૂરતી સ્થિતિ માં બન્ને દેશો ની સેના સીમા ઉપર થી હઠવા સહમતી સધાઈ છે.
