પાકિસ્તામાં હાલ સ્થિતિ સારી નથી અને નાગરિકોની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે હવે પાકિસ્તાની મીડિયાએ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખૂલીને પ્રશંસા કરી છે અને મોદીજીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ ઉભો થયેલો પ્રભાવ અંગે ખાસ કવરેજ આપ્યું છે.
પાકિસ્તાનના જાણીતા અખબાર દૈનિક ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતના વધતા કદની પ્રશંસા કરી છે.
પાકિસ્તાની દૈનિકમાં છપાયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી ભારતની વિદેશ નીતિને કુશળતાથી ચલાવી રહયા છે પરિણામે જીડીપી 3 ટ્રિલયન અમેરિકી ડોલરથી વધારે થઇ ગઇ છે.
જાણીતા રાજનીતિક, સુરક્ષા અને રક્ષા વિશ્લેષક શહજાદ ચૌધરીએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે વિશ્વના રોકાણકારો ભારતને પસંદ કરી રહયા છે, પીએમ મોદીની અધ્યક્ષતામાં વિદેશ નીતિના મોરચા પર ભારતે પોતાનું એક સ્થાન ઉભું કર્યું છે. ભારત કૃષિ ઉત્પાદન અને આઈટી ઉદ્યોગનો પણ એક મોટો ઉત્પાદક છે. શહજાદ ચૌધરીએ કહ્યું કે કૃષિમાં તેમની પ્રતિ એકર ઉત્પાદન ક્ષમતા દુનિયામાં સૌથી સારી છે અને 1.4 બિલિયન કરતા વધારે લોકોનો દેશ હોવા છતા બધું પૂરતું પ્લાનિંગ છે.
શહજાદ ચૌધરીએ કહ્યું કે ભારતની શાસન પ્રણાલીએ એક મજબૂત લોકતંત્રને સાબિત કર્યું છે.
મોદીએ ભારતને બ્રાન્ડ બનાવવા માટે જે કર્યું તે તેમની પહેલા કોઇ કરી શક્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ ભારતની વિદેશ નીતિ અંગે અનેકવાર વખાણ કરી ચૂક્યા છે. ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતને પાકિસ્તાનને એકસાથે આઝાદી મળી પણ ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. એક ઉદાહરણ મુજબ ભારત અમેરિકાના વિરોધ છતા રશિયાથી તેલ ખરીદવાના પોતાના નિર્ણય પર મક્કમ છે જે સાબિત કરે છે કે ભારત પોતાના નિર્ણય મુજબ કરી શકે તેટલો સક્ષમ દેશ છે.