ચીનની વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ લેબોરેટરી હાલ વિવાદો માં આવી ગઈ છે કેમ કે દુનિયા ના અન્ય દેશો ના સેંકડો લોકો ના ચાઇના ના કારણે મોત થયા છે આ રોગ માનવ સર્જિત હોવાની વાત સામે આવી ચૂકી છે મીડિયા મૂળ વાત પકડતું નથી અને માત્ર કેટલા મર્યા અને શું સ્થિતિ છે તેવું પ્રાથમિક રિપોર્ટિંગ કરી રહ્યું છે, દુનિયાભર માં નિર્દોષ લોકો ચાઇના માંથી લીકેજ થયેલા કોરોના થી મોત ની સોડ માં સુઈ ગયા છે. આ ભયાનક કોરોના વાઇરસ જ્યાંથી ફેલાયો તે વુહાન શહેરમાં આવેલી વિવાદાસ્પદ ઈન્સ્ટિટયૂટ અંગે પણ જાણવા જેવું છે. આ લેબ ની રચના ૧૯૫૬માં થઈ હતી.આ ઈન્સ્ટિટયૂટના સ્થાપક ચેન હુઆગુઈ અને ગાઓ શાન્ચીન હતા આ ઈન્સ્ટિટ્યૂટનું હેડ ક્વાર્ટર વુહાનનાજિઆગ્નિક્સ ખાતે આવેલું છે. હાલ આ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ તરીકે વાન્ગ યાનીઈ છે. ઈન્સ્ટિટ્યૂટની મુખ્ય સંસ્થા ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ છે. તેની વેબસાઈટનું એડ્રેસ whiov.cas.in છે. આ ઈન્સ્ટિટયૂટની સ્થાપના થઈ ત્યારે એનું નામ વુહાન માઈક્રોબાયોલોજી લેબોરેટરી હતું. ત્યારબાદ તે સાઉથ ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈક્રોબાયોલોજી નામ થયું અને ત્યારબાદ ૧૯૭૮માં તેનું નામ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી રાખવામાં આવ્યું હતું ચીનની આ ઈન્સ્ટિટયૂટ વિવિધ પ્રકારના વાઇરસ અંગે સંશોધન કરે છે.
ઇતિહાસ એવો છે કે ૨૦૧૫માં ચીનની નેશનલ બાયો-સેફટી લેબોરેટરીનું કામ પૂરું થયું ત્યારે તેનો કુલ ખર્ચ ૩૦૦ મિલિયન યુઆન એટલે કે ૪૪ મિલિયન ડોલર જેટલો આવ્યો હતો. આ કામ ફ્રાન્સના એન્જિનિયર્સના સહકારથી પૂરું કરવામાં આવ્યું હતું. અહીં શું કામ થાય છે તે અંગે આખી દુનિયા અંધારામાં હતી પરંતુ ચીનની બૈજિંગ ખાતે આવેલી અન્ય એક ચાઈનીઝ લેબોરેટરીઝમાંથી અગાઉ પણ સાર્સ વાઇરસ લીકેજ થયો હતો અને દુનિયાભરમાં સાર્સ વાઇરસ ફેલાઈ ગયો હતો ત્યારે પણ ચાઇના પર સહુથી પહેલી શંકા અમેરિકાના મોલેક્યુલર બાયોલોજિસ્ટ રિચાર્ડ એચ.એબ્રાઈટએ વ્યક્ત કરી હતી. તેમણે ચીનની જૈવિક શસ્ત્રોની ખતરનાક યોજનાઓ પર ચિંતા પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ચાઇના આવા વાયરસ તૈયાર કરી જૈવિક બોમ્બ બનાવતું હોવાના અહેવાલ આવતા રહયા છે, ચાયના માંથી પ્રસરેલા કોરોના વાયરસ ને લઈ આખી દુનિયા તેના માઠા પરિણામો ભોગવી રહી છે આવા જૈવિક શાસ્ત્રો એક દિવસ આખી દુનિયા નો વિનાશ સર્જશે તે નક્કી છે
જોકે ,ચોર થોડો કહે કે ચોરી તેણે કરી છે એમ હાલ તો ચીન ના પાડે છે પરંતુ વિશ્વના અનેક દેશોને શંકા છે કે કોરોના વાઇરસ ચીનની જ જૈવિક શસ્ત્રો પેદા કરવાની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી’ની જ પેદાશ છે. બાયોલોજિક વેપન્સ એટલે કે જૈવિક શસ્ત્રો અણુ બોમ્બ કરતાં સામૂહિક માનવસંહાર માટે ઉપયોગમાં વધુ સરળ છે. અણુશસ્ત્રોનો ઉપયોગ કરવા માટે યુદ્ધ વિમાનો કે મિસાઈલ્સનો ઉપયોગ કરવો પડે છે જ્યારે લોકોને જીવલેણ બીમારીનો ભોગ બનાવી મોતને ઘાટ ઉતારવા વિમાનો કે મિસાઈલ્સની જરૂર પડતી નથી. જીવાણુ શસ્ત્રોને દુશ્મન દેશ સુધી પહોંચાડવાના રસ્તા આસાન છે. દા.ત. કોરાના વાઈરસથી લિપ્ત ચીજવસ્તુઓ, વસ્ત્રો, ટેલિફોન કે બીજા ઉપકરણો બીજા દેશમાં મોકલી દો અને લોકોને બિમાર પાડી દો અથવા તો પોતાના જ દેશના ૧૦ માણસોને બીમાર પાડો અને બીજા દેશોમાં રવાના કરો એટલે પોતાની રાક્ષસી મનોકામના નો હેતુ ઇજિલી પાર પાડી શકાય આમ , આખી દુનિયામાં માં હાહાકાર મચાવનાર કોરોના જૈવિક હથિયાર ચીન નું હોવાનું અને અજાણતા જ લીક થઈ ગયા નું ધીરેધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે અને ગુપ્તચર એજન્સીઓ આ અંગે અત્યંત ગુપ્ત રીતે તપાસ માં લાગી હોવાનું મનાય છે જોકે, કોરોના વાયરસ ની સૌ પ્રથમ જાહેરાત કરનાર હરખપદુડા ચાયના ના એક ડોકટર ને અગાઉ થી જ પતાવી દેવાયા હતા અને ચાઇના આવા કોઈપણ પુરાવા છોડે તેમ નથી કે દુનિયા સાબિત કરી શકે કે કોરોના પોતાનો જૈવિક બૉમ્બ છે.
