એક વિશાળ સૌર તોફાન સૂર્યથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યુ છે.
નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) દ્વારા આજે, જુલાઈ 19, સોલાર તોફાનની અસરને લઈ રેડિયો બ્લેકઆઉટ થવા અંગે ચેતવણી આપી છે.
સૂર્યમાંથી નીકળતો એક વિશાળ સૌર જ્વાળા પૃથ્વી તરફ આગળ વધી રહી છે! આ ભયંકર સૌર જ્યોત ટૂંક સમયમાં પૃથ્વી સાથે અથડાશે તેવી આશંકા છે. આ એક શક્તિશાળી સૌર તોફાન પેદા કરી શકે છે, જે રેડિયો બ્લેકઆઉટ થવા માટે પૂરતું છે. જેના કારણે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ સિગ્નલમાં પણ વિક્ષેપ પડી શકે છે.
નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.