આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રમાનાર છે તે અગાઉ દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગવાના અહેવાલ છે.
મેચ 7:30 વાગે શરૂ થવાની છે તેવે સમયે આગ લાગી છે આગ લાગવાનું કારણ હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી.
ફાયરબ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી છે અને આગ કાબુમાં લેવા પ્રયાસો કરી રહી છે.
આ આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હોવાનું સામે આવ્યું છે, જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં આજે પોતાની છેલ્લી મેચ રમવા ઉતરનાર છે ત્યારે સ્ટેડિયમ સામે આગ લાગતા થોડીવાર માટે ભાગદોડ મચી હતી.