વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ આજે સર્જાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સાંજે 7 વાગ્યે શરૂ થવાનું છે, પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોય ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં જેથી તમામ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લા જ રહેશે, કોઈ સુતક લાગશે નહીં. દુનિયાના કેટલાક દેશોમાં આજે સાંજે 7થી રાત્રીના 12.30 કલાક સુધી સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળશે.
આજે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. સોમવતી અમાસ સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજ દિવસે કારતક વદ અમાસને સોમવારે સૂર્યગ્રહણ પણ ધન રાશિમાં થવાનું હોય સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે.
કારતક માસની અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ સર્જાયો છે. અગાઉ 2017માં સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ સર્જાયો હતો. ત્યારબાદ હવે એટલે કે, 2020ના વર્ષની વિદાય વેળાએ સંયોગ સર્જાયો છે. સોમવતી અમાસના પર્વે સૂર્યગ્રહણ અને પાંચ ગ્રહોની યુતિનો સંયોગ વર્ષો બાદ થનારી ઘટના છે
