યેરેવાનઃ આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે નાગોર્નો- કારાબાખને લઇને ચાલી રહેલી લડાઇમાં મરનાર લોકોની સંખ્યા 600ને વાટવી ચૂકી છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષ વિરામની ઘોષણા છતાં ચાલી રહેલી લડાઇમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યુ કે, મંગળવારે તેના 16 સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે. તેની સાથે જ 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી લડાઇમાં તેના 532 સૈનિકોના મોત થયા છે.
અઝરબૈજાન છુપાવી રહ્યું છે મોતના વાસ્તવિક આંકડા
અલબત, અઝરબૈજાને પોતાની સેના અને સૈનિકોના મોતના આંકડાઓની કોઇ માહિતી આપી નથી પરંતુ બંને પક્ષો તરફથી કરાયેલા દાવાઓને ધ્યાનમાં લઇ તો નુકસાની અને મોત સંખ્યા ઘણી વધારે હોવાની આશંકા છે. અઝરબૈજાને કહ્યુ કે, બે સપ્તાહની લડાઇમાં તેના 42 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના માનવઅધિકાર લોકપાલ હેઠલ બેલારયાને સોમવારે મોડે જણાવ્યુ કે, અઝરબૈજાનથી અલગ થયેલા આ વિસ્તારમાં ઓછામાં ઓછા 31 સામાન્ય નાગરિકોના મોત થયા છે અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
શાંતિ કરાર છતાં લડાઇ ચાલુ
રશિયાની મધ્યસ્થામાં શાંતિ સમજૂતી થવા છતાં પણ બંને દેશો વચ્ચે લડાઇ ચાલુ છે. સમજૂતી દરમિયાન રશિયાના સર્ગેઇ લાવરોવે કહ્યુ હતુ કે, યુદ્ધ સૈનિકો અને અન્ય પકડાયેલા વ્યક્તિઓની અદલા-બદલીના માનવીય ઉદ્દેશ્યની સાથે-સાથે સૈનિકોના મૃતદેહોની આપ-લે પર સહમતિ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવે છે.
શાંતિ કરારના દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અજરબૈજાન અને આર્મેનિયા નાગોર્નો-કારાબાખમાં શાંતિ સ્થાપવા ઓએસસીઇ મિન્સ્ક ગ્રૂપના પ્રતિનિધિઓની મધ્યસ્થાની સાથે વ્યાવહારિક વાર્તાલાપ શરૂ કરવામાં માટે સહમત થયા છે.