દરેક વ્યક્તિને નવી નવી જગ્યા જોવાનો શોખ હોય છે. જો તમને પણ એવી કોઈ નવી જગ્યા શોધી રહ્યા હોય તો નેધરલેન્ડનું ગિએથ્રૂન ગામ તમારા માટે એકદમ બેસ્ટ જગ્યા છે. આ ગામની ખાસિયત એ છે કે અહીં આવતા-જતા લોકો માટે રસ્તો જ નથી. એક વખત આ ગામમાં ફર્યા પછી તમે દરેક વીકેન્ડમાં અહીં ફરવા જવાની ઈચ્છા થશે.
આ ગામમાં નથી રસ્તો
નેધરલેન્ડના ગિએથ્રૂન ગામમાં આવતા-જતા લોકો માટે રસ્તો નથી પણ લોકો નાવડીથી આ ગામ સુધી પહોંચે છે. આ સુંદર ગામ ચારેય તરફથી પાણીથી ઘેરાયેલું છે. દક્ષિણ નું વેનિસ અથવા નેધરલેન્ડનું વેનિસ નામથી પ્રખ્યાત આ ગામમાં પર્યટકોની ભીડ વધારે જોવા મળે છે. અહીં નાવડીમાં બેસીને આખું ગામ ફરવાની મજા જ કંઈક અલગ છે.
અહીં નથી કોઈ બાઈક કે ગાડી
આ દેશમાં પોલ્યુશન ફ્રી ગામમાંથી એક માનવામાં આવે છે કેમ કે અહીં એક પણ ગાડી અથવા બાઈક નથી. જો અહીં કોઈને ક્યાંક જવું હોય તો તે નાવડીની મદદથી જાય છે.
ઈલેક્ટ્રિક મોટર હોડીની છે સુવિધા
ભલે અહીં કોઈ બાઈક કે ગાડી ન હોય પરંતુ ક્યાંક જલ્દી જવા માટે અહીં ઈલેક્ટ્રોનિક મોટર હોડીની સુવિધા છે. એટલું જ નહીં તેનાથી વધારે અવાજ પણ નથી થતો, તેથી લોકો ક્યારે પણ ફરિયાદ ઈલેક્ટ્રોનિક મોટર હોડીને લઈને ફરિયાદ નથી કરતા. અહીં માત્ર તમને બતકો અને પક્ષીઓનો જ અવાજ સભંળાશે.
સુંદર પુલ
અહીં નહેરની ઉપર 176 નાના નાના લાકડાના પુલ બનાવામાં આવ્યા છે જે આ ગામની સુંદરતામાં વધારો કરે છે. પુલની સાથે સાથે અહીં જોવા માટે કેટલીક ઐતિહાસિક ઈમારતો પણ છે. તે સિવાય અહીં તમે ટેસ્ટી ટેસ્ટી ખાવાની પણ મજા માણી શકો છો.
શિયાળામાં કરી શકો છો સ્કેટિંગ
શિયાળામાં અહીં નદીઓ પર બરફની ચાદર પથરાય જાય છે જેના લીધે તમે સ્કેટિંગની મજા માણી શકો છો. શિયાળાની સિઝન ફરવા માટે આ જગ્યાને તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો.