બાર્સિલોનાઃ જીવલેણ કોરોના વાયરસ મનુષ્યોમાંથી હવે પ્રાણીઓમાં પણ ફેલાઇ રહ્યો છે. સ્પેનના એક શહેર બાર્સિલોના પ્રાણી સંગ્રહાલયના ચાર સિંહ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટરો પણ ચિંતામાં મુકાયા છે. પશુ ચિકિત્સકો આજે મંગળવારે માહિતી આપી કે અહીંયા સિંહ કોરોના સંક્રમિત થયા હોવાનો આ બીજો કેસ છે. આ ચારેય સિંહોમાં ત્રણ માદા સિંહ છે, જેમના નામ જાલ, નિમા અને રનરન છે અને કિમ્બે નામનો એક નર સિંહને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે અને તેની ઉંમર ચાર વર્ષ છે જ્યારે માદા સિંહની વય 16 વર્ષ છે.
ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી કરોડો લોકોને ભરખી જનાર કોરોના વાયરસની મહામારી હવે પ્રાણીને પણ લાગતા તેમના અસ્તિત્વ સામે મોટુ સંકટ આવી શકે છે. કારણ કે હજી સુધી કોરોના વાયરસની સારવાર માટે કોઇ અસરકારક રસી શોધાઇ નથી.
નોંધનિય છે કે, આ સિંહોંની સારસંભાળ રાખતા લોકો દ્વારા તેમનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ચારેય સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે. હજૂ ગત મહિને જ આ પ્રાણી સંગ્રહાલયના બે કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. ત્યારે હવે ઝૂના કર્મચારીઓ એ શોધવામાં લાગ્યા છે, આખરે આ સિંહમાં કઈ રીતે સંક્રમણ ફેલાયું.
ન્યૂયોર્કમાં પણ સિંહોને લાગ્યો કોરોનાનો ચેપ
સિંહની દેખરેખ રાખતા લોકોએ એ રીતે જ ટેસ્ટ કર્યો હતો, જે રીતે માણસોના ટેસ્ટ થાય છે. બાર્સિલેનાના પશુ ચિકિત્સક સેવાએ ન્યૂયોર્કના બ્રોનક્સ પ્રાણી સંગ્રહાલયમાં પોતાના સહયોગીઓનો સંપર્ક કર્યો અને કહ્યુ કે, એપ્રિલમા ચાર વાઘ અને ત્રણ સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે. સ્પેન ઉપરાંત બ્રોનક્સ પ્રાણી સંગ્રહાલયમાં જ મોટી સંખ્યામાં બિલાડીઓને કોરોના થયો હતો. જો કે, તેમની પાસે સિંહની સારવાર માટેનો સારો એવો અનુભવ હોવાના કારણે બાદમાં સિંહ કોરોના મુક્ત થયા હતા. બાદમાં તમામ સિંહ સ્વસ્થ થઈ ગયા હતા.