આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે બુધવારે ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં સિરીઝ જીતવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વનડે સીરીઝ જીતવા ઈચ્છે છે. આ પહેલા ભારતે 1999માં ચંદ્રકાંત કૌલની કપ્તાનીમાં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી 2-1થી જીતી હતી. આ શ્રેણીમાં અંજુમ ચોપરાએ એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.
T20I શ્રેણીમાં 1-2થી મળેલી હાર બાદ ભારતે પ્રથમ વનડે 7 વિકેટે જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી રમી હતી. આ સાથે ભારતે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ સારો દેખાવ કર્યો હતો. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડની ટીમ થોડી નબળી છે.
આ સાથેજ આ સિરીઝ ઝુલન ગોસ્વામીની છેલ્લી ટૂર્નામેન્ટ છે. ભારતીય ટીમ આ 39 વર્ષીય મહાન ખેલાડીને વિજયી વિદાય આપવા માંગે છે. પ્રથમ વનડેમાં ઝુલને 10 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી અને બે મેડન ઓવર પણ નાખી હતી. બીજી ઓપનર શેફાલી વર્માને પણ સારું રમવાની જરૂર છે.
ટીમો આ મુજબ છે
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, સબ્બીનને મેઘના, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (ડબ્લ્યુકે), પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, દયાલન હેમલતા, સિમરન દિલ બહાદુર, જ્હાનવી , તાનિયા ભાટિયા અને જેમિમા રોડ્રિગ્સ.
ઇંગ્લેન્ડ: એમી જોન્સ (સી એન્ડ ડબલ્યુકે), ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, માયા બાઉચિયર, એલિસ કેપ્સી, કેટ ક્રોસ, ફ્રેયા ડેવિસ, એલિસ ડેવિડસન રિચાર્ડ્સ, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટોન, ફ્રેયા કેમ્પ, ઇસી વાંગ, ડેની વ્યાટ્ટ.