દુનિયા માં અનેક એવા કિસ્સા બનતા હોય છે જે અલગ હોય છે, અમેરિકામાં એકજ શરીરથી જોડાયેલા બે ભાઈ રોની અને ડોની ગેલયનનું 68 વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું છે. તેમણે ડેટનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જિમે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું કે તેમનું અવસાન કુદરતી હતું. આ જોડીયા ભાઈનો જન્મ 28 ઓક્ટોબર,1951માં અમેરિકાના ઓહિયો પ્રાંતના બેવરક્રિકમાં થયો હતો.
વર્ષની ઉંમરથી સર્કસમાં કામ કર્યું
શરીરની મજબૂતી હોવા છતાં તે ખૂબ જ મહેનત કરતા હતા. તેમને 3 વર્ષની ઉંમરેસર્કસ અને કાર્નિવલમાં કામ મળી ગયું હતું અને ત્યારથી જ કરવાની શરૂઆત કરી હતી અને સતત વર્ષ 1991 સુધી તે કામ કરતા રહ્યા હતા. ત્યારબાદ આ કામ છોડી દીધુ અને વર્ષ 2010 એકલા રહ્યા. તેઓ સર્કસમાંથી જે કમાણી કરી તેનાથી જીવન ગુજારતા હતા. બાદમાં તેમનું આરોગ્ય બગડવા લાગ્યું તો તેના ભાઈ જિમ સાથે રહેવા લાગ્યા. બન્નેની કાળજી જિમ અને તેમની પત્ની કરતા હતા.
રોની અને ડોનીએ વર્ષ 2014માં 63 વર્ષની ઉંમરે શરીરથી જોડાઈ જીવનની સૌથી લાંબી સફર પસાર કરતા નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ અમેરિકી મૂળના જ ચેંગ અને એંગ બંકરના નામે હતો. તેઓ 62 વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા. રોની-ડોની પર વર્ષ 2010માં TLC ચેનલ પર એક ડોક્યુમેટ્રી પણ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.
બે ધડ, એક પેટ હતુ
બન્ને ભાઈ પેટથી જોડાયેલા હતા. તેમનો કમરથી નીચેનો હિસ્સો એક હતો અને કમરથી ઉપર બે ધડ હતા. તેમનો એક જ લોવર ડાયજેસ્ટિવ ટ્રેક્ટ અને મળ દ્વાર હતા. જોકે હૃદય જુદાજુદા હતા. આમ એકજ શરીર સાથે જોડાયેલા બન્ને ભાઈ એ આખરે દુનિયા ને અલવિદા કર્યું હતું.
