આ દિવસોમાં કપિલ શર્મા પોતાની ટીમ સાથે કેનેડામાં શો કરી રહ્યો છે. તેવે સમયે અમેરિકાના એક જાણીતા પ્રમોટરે કપિલ શર્મા પર કોન્ટ્રાક્ટનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ દિવસોમાં કપિલ શર્મા પોતાની ટીમ સાથે કેનેડામાં શો કરી રહ્યો છે. કોમેડિયન કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર, સુમોના ચક્રવર્તી અને રાજીવ ઠાકુર પ્રવાસમાં તેમની સાથે છે.
અમેરિકાના એક જાણીતા પ્રમોટરે કપિલ શર્મા પર કોન્ટ્રાક્ટનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
પ્રમોટરનું કહેવું છે કે કપિલે છ શહેરોમાં પરફોર્મ કરવાનું વચન આપ્યું હતું, જેમાં તે શો માટે આવ્યો ન હતો. આ સાથે તેણે કહ્યું કે કપિલે તેને શહેરમાં પરફોર્મ ન કરવા બદલ નુકસાની ચૂકવવાનું વચન પણ આપ્યું છે.
રીપોર્ટના જણાવ્યા અનુસાર Sai USA Inc એ કપિલ સામે ફરિયાદ નોંધાવી છે.
2015માં કપિલે નોર્થ અમેરિકામાં કેટલાક શો માટે એક કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો જે તેણે પૂરો કર્યો નથી. અમેરિકાના જાણીતા શો પ્રમોટર અમિત જેટલીએ કહ્યું કે, “કપિલે 6 શો કરવા માટે એક કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, જેના માટે પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કપિલે તેમાંથી એક પણ શો કર્યો નથી. કોમેડિયને વાયદો કર્યો હતો કે તે તેમના પૈસા ચૂકવી દેશે, પરંતુ કપિલે એવું પણ કર્યું નહીં. તેણે ન તો પ્રદર્શન કર્યું કે ન તો કોઈ પણ જવાબ આપ્યો. કોર્ટમાં જતાં પહેલાં તેણે કપિલ સાથે ઘણી વાર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઇ શક્યો નહીં.”