લંડન. ભારત ની બેંકો માંથી કરોડો રૂપિયા લઈને ભાગી છૂટનાર નીરવ મોદી જેલ માં ગાંડા જેવા થઈ ગયાછે અને તેમની માનસિક સ્થિતિ સારી નહિ હોવાનું વકીલે જણાવ્યું હતું.
પંજાબ નેશનલ બેન્કમાં ₹14000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદી પર ભારતીય એજન્સીઓ એ દબાણ વધારતા નીરવ મોદી ટેન્શન માં આવી ગયો છે અને પ્રત્યાર્પણ વિરુદ્ધ નીરવની અરજી અંગે પાંચ દિવસની સુનાવણી સોમવારે શરૂ થઇ હતી,કોરોના મહામારીને જોતા નીરવ મોદીને વીડિયો લિંક દ્વ્રારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. વકીલે દાવો કર્યો છે કે નીરવ મોદીની માનસિક હાલત ઘણી ગંભીર છે અને તેમનો ઇલાજ આર્થર રોડ જેલમાં ઇલાજ થવો મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કેનીરવ ગત વર્ષે માર્ચમાં ધરપકડ બાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વેંડ્સવર્થ જેલમાં બંધ છે અને માનસીક બીમાર હોવાની વાત સામે આવતા અનેક અટકળો વહેતી થઈ છે.
