કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાની કબજો થયા બાદ કાબુલમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો કાબુલ એરપોર્ટ છે પરંતુ આજે ત્યાં ફાયરિંગ બાદ સ્થિતિ વધુ અરાજકતા ભરી બન ગઇ છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટને પોતાના તાબામાં લઇ લીધો છે અને 6000 સૈનિક ઉતારવાની તૈયારીમાં છે. તો આજે ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્રની બેક યોજાવાની છે.
ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. લોકો જાન બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.કાબુલ એરપોર્ટથી જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં પરિસ્થિતિ અત્યંત ભયાનક દેખાઇ રહી છે.
અમેરિકાનો કાબુલ એરપોર્ટ પર કબજો, 6000 સૈનિકો ઉતારશે
અમેરિકા પોતાના લોકોને અફગાનિસ્તાનમાંથી પરત લાવવાની કોશિશ કરી રહ્યુ છે. કાબુલ એરપોર્ટ પર સ્થિતિ બગડતી જોઇ અમેરિકાએ એરપોર્ટને પોતાના કબજામાં લીધુ છે. અમેરિકા વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના હવાલે જણાવાય કે કાબુલમાં હામિક કરજઇ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે ઘણા પગલાં લેવાઇ રહ્યા છે. અમેરિકા સંપૂર્ણ રીતે એર કન્ટ્રોલ સંભાળશે. સુરક્ષા વધારવા માટે 6000 સૈનિક ઉતારશે. રેસ્ક્યુ મિશન ચાલુ છે.