વિશ્વ માં ભારત કોરોના મામલે અગ્રીમ ક્રમે હોવાનું ખુલ્લું પડી જતા અને સ્થિતિ ખુબજ વિકટ હોવાનું સામે આવતા કોરોના માં ઘેરાયેલા ભારત ની મદદ માટે વિશ્વ ના દેશો આગળ આવી રહ્યા છે જેમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત અને મોરેશિયસ સહિત અનેક મુખ્ય દેશોએ ભારતને મહામારી સામે લડવા માટે મેડિકલ સહાયની જાહેરાત કરી છે,ભારતીય વાયુસેના બેંગકોક, સિંગાપોર અને દુબઈથી 12 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર ભારત લાવી હતી. ત્યારે હવેઅમેરિકાની વાયુસેનાનાં બે વિમાન રાહત સામગ્રી લઈને નીકળી ચૂક્યા છે. અમેરિકાના સંરક્ષણમંત્રી લોઈડ ઓસ્ટિને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી તેઓ એ કહ્યું કે વિમાન સી-5M સુપર ગેલેક્સી અને સી-17 ગ્લોબમાસ્ટર ।।। ભારત આવવા નીકળી ગયાં છે.
વિમાનો ઓક્સિજન-સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યાં છે.
ભારતે અમેરિકા પાસેથી મેડિકલ સપ્લાઈની માગ કરી હતી, જેમાં વેક્સિનના તૈયાર ડોઝની સાથે સાથે રૉ મટીરિયલ્સ પણ સામેલ છે.
મેડિકલ સપ્લાઈ લઈને એક અમેરિકન વિમાન શુક્રવારે ભારત પહોંચે એવી સંભાવના છે, જ્યારે રશિયન વિમાન ગુરુવારે મોડી રાતે પહોંચી ગયું હતું.
આમ હવે કોરોના થી ઘેરાયેલા ભારત ની મદદે વિશ્વ ના અગ્રીમ દેશો આગળ આવતા થોડી રાહત મળશે.
