કોરોના ના સંક્રમણને રોકવા માટે લોકડાઉન ના વિકલ્પ ને બદલે સ્વીડને છૂટછાટનો એક અલગ માર્ગ પસંદ કર્યો છે.જેનાથી રેવન્યુ જનરેટ થઈ શકે અને દેશ માં જનજીવન માં સંચાર રહે. સંક્રમિત લોકોની વધતી સંખ્યા હોવા છતાં, બજારો, બાર, રેસ્ટોરન્ટ્સ, શાળાઓથી જાહેર પરિવહન ત્યાં ખુલ્લા રાખવામાં આવ્યા હતા. સ્વીડિશ સરકાર ની ગાઈડલાઇન મુજબ કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રતિબંધોને બદલે લાંબા ગાળાના બચાવના ઉપાયો ભાર મૂકવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે સ્વીડને હાઈ ઈમ્યુનિટીની રણનીતિ સમજી વિચારીને અપનાવી છે.
કોરોના સંક્રમણથી બચવાની રસી વિશ્વમાં નથી.તેથી એક કરોડની વસ્તીવાળા સ્વીડન, 65 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત લોકોને કોરોનાના સંપર્કમાં આવવાથી રોક્યા નથી.બીજી બાજુ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમના ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું. તેથી બહાર રહેતા 60 ટકા લોકોમાં, સંક્રમણ જાતે જ બંધ થઈ જશે. વળી,જો સંક્રમણ યુવાન વયની તંદુરસ્ત લોકોને થાય છે, તો એ તાવ જેવું હશે અને ગંભીર દર્દીઓની સંખ્યા ઓછી હશે. ઘણા દર્દીઓ માટે આઇસીયુ બેડ અને વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં હશે.
સ્વીડિશ રોગચાળાના નિષ્ણાત ડો. એંડર્સ ટેગનેલના જણાવ્યા અનુસાર, વસ્તીના એક ભાગ પર કોરોનાની ગંભીર અસર પડવાની છે. તે પણ નક્કી હતું .એ પણ ખબર હતી કે મોટાભાગના સંક્રમિતોને હળવા લક્ષણો હશે. આ રોગપ્રતિકારક શક્તિ બનાવશે. તેથી લોકડાઉન નથી કર્યું . હળવા સોશિયલ ડિસ્ટન્સીગના નિયમો અપનાવવામાં આવ્યા હતા, કારણ કે તે લાંબા સમય સુધી લાગુ થઈ શકે છે. નવમા ધોરણ સુધીની શાળાઓ ખુલ્લી રહી, જેથી બાળકોના માતાપિતા કામ કાજ કરી શકે. કlલેજો અને હાઇ સ્કૂલ બંધ હતી, પરંતુ રેસ્ટોરાં, કરિયાણાની દુકાન અને વ્યવસાયની જગ્યાઓ ખુલ્લી રાખવામાં આવી હતી.
સોશિયલ ડિસ્ટન્સીગ માટેની સૂચનાઓ અપાઇ છે. 50 થી વધુ લોકોને એકઠા કરવા અને વૃદ્ધાશ્રમોમાં જવા પર પ્રતિબંધ છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કર્યા . સામાન્ય બીમારીઓ માટે નર્સિંગ હોમમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી. બાકીના લોકોએ તેમનો રોજિંદા જીવનને ચાલુ રાખ્યું હતું
આંકડા દર્શાવે છે કે સ્વીડનમાં મોટો વર્ગ સ્વેચ્છાએ સામાજિક અંતર અપનાવી રહ્યો છે. સાર્વજનિક પરિવહન ચાલુ છે, પરંતુ વપરાશકર્તાઓની સંખ્યા ખૂબ ઓછી છે. ઇસ્ટરની રજાઓ દરમિયાન પણ ઘણા લોકોએ યાત્રા નથી કરી . મોટી સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. નોવેસ, એક સર્વેક્ષણ એજન્સી, કહે છે કે મહિના પહેલા, 10 સ્વીડિશ અન્ય લોકોથી ઓછામાં ઓછા એક મીટર દૂર ચાલ્યા અને સોશિયલ ડિસ્ટનિંગ નો અમલ કર્યો હતો આજે એવા નવ લોકો છે જે આ કરે છે જેઓને હવે આદત પડી છે અને કોરોના થી ચેપ ન લાગે તેવા નિયમો ને લોકો જાતેજ ફોલો કરતા થઈ ગયા છે.આમ