ચાઈના એ ખુબજ હોશિયારી થી દુનિયાભરમાં કોરોના ફેલાવી દીધા બાદ હવે અમેરિકા ને આ વાત ની ગંધ આવી જતા યુદ્ધ માટે કોઈ બહાનું શોધી રહ્યા છે અને ગમેત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ છે.
કોરોનાને લઈને સામ સામે આવી ગયેલા અમેરિકા અને ચીને હવે દક્ષિણ મહાસાગરમાં સામસામે ઘૂરકિયા કરી રહ્યા છે.
અમેરિકાનો આરોપ છે કે, ચીનનું સૈન્ય દક્ષિણ ચીન સાગરમાં ગતિવિધિઓ વધારી રહ્યું છે,જ્યારે ચીનનો આરોપ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભુ કરી રહ્યું છે.
ચીનના જંગી યુદ્ધ જહાંજોએ લાઈવ યુદ્ધાભ્યાસ અભ્યાસ શરૂ કર્યો છે. જેની સામેઅમેરિકાએ પણ અલાસ્કામાં પોતાના બ્રમ્હાસ્ત્ર કહેવાતા F-35 ફાઈટર જેટ્સને એલર્ટ સ્થિતિ માં લાવી દેતા બંને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. આ અંગે અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પરે પત્રકારોને જણાવ્યું હતું કે, ચીનની સેના દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અપનાવી રહી છે. ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ કોરોના વાયરસને લઈને પોતે ખુલ્લા પડી જતા હવે ચાઈના ઉપર લાગેલા કોરોના ફેલાવવાના આરોપો પરથી ધ્યાન હટાવવા માટે અને પોતાની છબી સુધારવા માટે ખોટી અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું છે.
એસ્પેરે પેંટાગનમાં પત્રકાર સમ્મેલનમાં કહ્યું હતું કે, ચાઈને કમ્યુનિસ્ટ પાર્ટીએ આરોપો પરથી ધ્યાન હટાવવા માટે અને પોતાની છબી સુધારવા માટે ખોટી માહિતીઓ ફેલાવવાનું અભિયાન હાથ ધર્યું છે.
એસ્પરે કહ્યું હતું કે, અનેક દેશ ચાઈના એ ફેલાવેલા કોરોના ની વૈશ્વિક મહામારીના સામે ઝઝુમી રહ્યાં છે અને આ દરમિયાન ચીન પોતાના લાભ માટે થઈને બીજાના ભોગે આ સંકટનો લાભ ઉઠાવવા માંગે છે. ચીન કોરોનાને લઈને પણ શરૂઆતથી જ શંકા ના પરિઘ માં રહ્યું છે અને જો તેણે દુનિયા ને ચેતવી હોત તો આ વાયરસ બધે ન ફેલાત અને દુનિયા આજે આ સ્થિતિમાં ના હોત.
ચીને પણ અમેરિકા ના કોઈ પણ હુમલા ને પહોંચી વળવા માટે તૈયારીઓ વધારી દીધી છે. ચીના યુદ્ધ જહાજ, જંગી જહાજ અને ફાઈટર જેટ્સએ લાઈન યુદ્ધાભ્યાસ હાથ ધર્યો છે. એટલુ જ નહીં પણ ચીનનીએ સેનાએ પડકાર ફેંકતા કહ્યું છે કે, અમે પણ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ. એટલુ જ નહીં ચીને સબમરીનોનો નાશ કરનારા વિમાનોની પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ગતિવિધિઓ વધારી દીધી છે. ચીને આ પગલુ એવા સમયે ભર્યું છે જ્યારે અમેરિકા સતત આ વિસ્તારમાં પોતાના સૈન્ય જહાજો મોકલી રહ્યું છે. અમેરિકાના સર્ચ વિમાનો ની અહીં ઉડાન વધી છે અને કોરોના વાયરસ ફેલાવનાર ચાઈના ને કચકચાવીને જોરદાર હુમલા ની રાહ જોવાઇ રહી છે અને તેનું બટન ટ્રમ્પ ના હાથ માં છે તે ગમેત્યારે હુમલો કરવા આદેશ આપી શકે છે.
