કોરોના ને દુનિયામાં હાહાકાર મચાવી રાખ્યો છે ત્યારે કોરોના ને ખતમ કરવા માટે વિશ્વવ્યાપી અભિયાન છેડાઈ ગયું છે ત્યારે વૈજ્ઞાનિકો એ એક એવી દવા શોધી કાઢી છે જે માત્ર 24 કલાકમાં કોરોના ને જડ મૂળ થી ખતમ કરશે. વૈજ્ઞાનિકો દાવો છે કે આ એન્ટિ-વાયરલ ડ્રગ કોરોનાને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે છે. આ દવાનું નામ MK-4482 / EIDD-2801 છે. આ દવાની શોધ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમે કરી છે. પ્રારંભિક સંશોધન દરમિયાન ડ્રગ ઈન્ફલ્યુએન્ઝા જેવા જીવલેણ ફ્લૂને ખત્મ કરવામાં જબરદસ્ત રિઝલ્ટ મળતા તે અસરદાર જણાઇ હતી, ત્યારબાદ તે ફેરેટ મોડેલ દ્વારા SARS-CoV-2ના સંક્રમણને રોકવા માટે રિસર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં વૈજ્ઞાનિકોએ પ્રથમ પ્રાણીઓ ઉપર પ્રયોગ કરી તેને કોરોના વાયરસથી સંક્રમિત કર્યા. જેવો આ પ્રાણીઓએ નાકથી વાયરસ છોડવાનું શરૂ કર્યું તેમને MK-4482/EIDD-2801 કે મોલ્નૂપીરાવિર આપવામાં આવી. ત્યારબાદ આ ચેપગ્રસ્ત પ્રાણીઓને સ્વસ્થ પ્રાણીઓની સાથે એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા.
રિસર્ચના સહ-લેખક જોસેફ વોલ્ફના અનુસાર ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે રાખવામાં આવેલા કોઈપણ સ્વસ્થ પ્રાણીમાં ચેપ ફેલાયો નથી. હવે આ જ રીતે મોલ્નૂપીરાવિર દવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ ઉપર ટ્રાયલ થશે જેમાં તો 24 કલાકની અંદર દર્દીઓમાં સંક્રમણ ખત્મ થઇ જવાની આશા બંધાઈ છે. હાલ માં કોરોના થી વિશ્વભરમાં કેટલાય લોકો મોત ને ભેટી રહ્યા છે, ઘણા કિસ્સા માં તો આખેઆખા પરિવાર ખતમ થઈ ગયા છે ત્યારે આ દવા આશા નું કિરણ મનાઈ રહ્યુ છે.
