કોરોના વાયરસે અમેરિકા માં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના નો કહેર જોઈને બોખલાઈ ગયા છે અને આડેધડ નિવેદનો કરી રહ્યા છે તેઓ એ કહ્યું કે કોરોના વાઈરસની સારવાર માટે દર્દીઓને બ્લીચના ઈન્જેક્શન મારી દેવા જોઈએ. એ જોવાની મજા પડશે કે તેનાથી તે સાજા થઇ શકે છે આ પ્રકારના ઘાતક નિવેદન ની દુનિયાભરમાં મેડીકલ સેક્ટરે આલોચના કરી છે.
ગુરુવારે રાત્રે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ફેફસાંમાં ડિસઇન્ફેક્ટન્ટ મોકલવાથી કોરોનાને નષ્ટ કરી શકાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે શોધમાં જાણ થઇ છે કે સૂર્યપ્રકાશ અને ગરમીથી કોરોના વાઇરસનો ખાત્મો કરી શકાય છે. એટલા માટે તમારા શરીર પર અલ્ટ્રા વાયોલેટ કિરણોનું રેડિયેશન લો.
આ નિવેદન બાદ અમેરિકાના અનેક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પનાં સૂચન બેજવાબદાર અને ઘાતક છે. સૂચનો પર અમલ કરવાથી મૃત્યુ થઈ શકે છે. પલ્મોનોલોજિસ્ટ ડૉ. વિન ગુપ્તાએ ચેતવણી આપી કે ટ્રમ્પના આઈડિયા પર અમલ ન કરતા. કોઈ પણ પ્રકારની ક્લીન્ઝિંગ પ્રોડક્ટનું ઈન્જેક્શન લગાવવા કે તેનું સેવન ઘાતક સાબિત થશે. એટલું જ નહીં થોડીક માત્રામાં પણ તે શરીરમાં પ્રવેશતા વોમિટ, ડાયેરિયા, ઉબકા આવવા, ચક્કર, હૃદયની ગતિ મંદ થવી, ડિહાઇડ્રેશન જેવાં લક્ષણો દેખાઇ શકે છે. જો કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ટ્રમ્પને સલાહ આપી હતી કે તે આવા ખોટાં સિદ્ધાંતો બતાવવાના બદલે પીપીઈ કિટ બનાવવા તથા ટેસ્ટિંગ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ . પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમે કોરોનાની વેક્સિન બનાવવા હવે નજીકમાંજ છીએ અને જલ્દી રસી તૈયાર કરી લઈશું.
