ચાઇના માંથી આખી દુનિયા માં ઝડપથી ફેલાઈ ગયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકાની એબોટ લેબોરેટરીએ કોરોના વાઈરસના સંક્રમણની તપાસ માટે એક એવી કિટ તૈયાર કરી છે કે તે માત્ર પાંચ જ મિનિટમાં પેશન્ટ ને કોરોના વાઈરસ નો ચેપ લાગ્યો છે કે કેમ તેનું નિદાન કરી શકશે, આ કિટ આગામી એક સપ્તાહમાં માર્કેટમાં આવશે તેવું મનાય રહ્યું છે અને તેને અમેરિકા માં જુદાજુદા શહેરોમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સાધન થી હોસ્પિટલમાં પણ દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ છે તે તરત જ જાણી શકવામાં મદદરુપ બનશે.
એબોટ લેબના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબર્ટ ફોર્ડે કહ્યું હતું કે કિટનો આકાર એક નાના ટોસ્ટર જેવો છે. તેમા મોલ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિટ દ્વારા કોરોના પોઝિટિવનું રિઝલ્ટ પાંચ મિનિટમાં અને નેગેટિવ રિપોર્ટનું રિઝલ્ટ 13 મિનિટમાં જાણી શકાય છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કિટ તૈયાર કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલની બહાર પણ કિટનો ઉપયોગ સરળતાથી કરી શકાશે. તેમની કંપની તંત્ર સાથે મળીને આ કિટને મહામારીનો સામનો કરી રહેલા શહેરમાં મોકવાની તૈયારી કરાઈ રહી છે. જોકે અધિકારીઓએ આની મંજૂરી આપવામાં નથી આવી. આનો ઉપયોગ માત્ર ઈમરજન્સીમાં જ કરવાનની વાત કરી છે.
એબોટ લેબના પ્રમુખે કહ્યું હતું કે પ્રથમ એપ્રિલથી રોજ 50 હજાર કિટ નું પ્રોડક્શન કરવામાં આવશે. અમેરિકા માં સર્જાયેલી મહામારી વચ્ચે આ કીટ મહત્વ ની થઈ પડશે અને તેનાથી કામ માં ઝડપ આવશે તેમ મનાઈ રહ્યું છે.
