ચાઇના ના વુહાન માંથી પ્રસરી ને દુનિયાભરમાં ભારે તબાહી મચાવનાર કોરોના વાયરસ ને લઈ સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા છે અને દુનિયા ના વિકસિત રાષ્ટ્રો પણ આ વાયરસ ની દવા શોધી શક્યા નથી. ત્યારે જેની સામે આ વાયરસ ફેલાવવા નો આરોપ અને શંકા છે તે ચીન પણ આ વાયરસ ની ઝપેટ માંથી બચી શક્યું નથી અને હવે જે વાતો બહાર આવી રહી છે તેમાં કોરોના ના પહેલા હુમલા બાદ નવો કોરોના નો હુમલો ચાલુ થયો છે જેમાં કોઈ લક્ષણ વગર જ કોરોના પોઝીટીવ આવવા નું શરૂ થઈ ગયું છે તે જોતા દુનિયા ઉપર બીજું સંકટ આવી રહ્યા ના ભણકારા વાગી રહ્યા છે અને હાલ માં કોઈ દવા પણ નહીં હોવાથી વિકસિત દેશો પણ ભયભીત બન્યા છે ચોંકાવનારા અહેવાલ મુજબ
ચીનમાં કોરોના વાઈરસના 78 નવા કેસ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 40 લોકોમાંથી કોઇનામાં કોરોના ના કોઈ પણ પ્રકારનાં કોઇ લક્ષણ નથી દેખાયાં છતાં પણ તેઓ કોરોના થી પ્રભાવિત હતા અને તેઓને કોરોના નો ચેપ લાગી ચુક્યો છે , ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે કહ્યું કે લક્ષણ વિનાના 1,047 લોકોને હાલ દેખરેખમાં રખાયા છે. ત્યાર બાદ બેઇજિંગના આરોગ્ય અધિકારીઓએ સોમવારે કહ્યું કે હવે સંક્રમણનો બીજો તબક્કો શરૂ થવાની ભીતિ છે.
સંક્રમિત લોકો સ્ક્રીનિંગમાં પકડાયા નહીં
વાસ્તવમાં ચીનમાં કોરોના ઉપર કંટ્રોલ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર કોરોના એ ઉથલો મારતા ચીન પણ ભયભીત બન્યું છે અને પોતાના કરેલા પોતાને નડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ શુક્રવાર પછી અહીં ફરીથી ઘરેલુ મામલા આવવા લાગ્યા. બીજી બાજુ વિશ્વભરમાંથી ચીન પરત થયેલા 38 લોકો એવા જણાયા છે જેઓ બીમાર નહતા છતાં સંક્રમિત હતા. તેથી તેઓ સ્ક્રીનિંગમાં પકડાયા નહીં. તેમના સંપર્કમાં આવનારા લોકો બીમાર થવા લાગ્યા ત્યારે આવા કેસોનો ખુલાસો થયો. બેઇજિંગના એક આરોગ્ય અધિકારીએ કહ્યું કે ચીનની રાજધાની બેઇજિંગમાં લાંબા સમય સુધી કોરોના ની અસરો રહેવાની સંભાવના દેખાઈ રહી છે તેથી તે માટે ના આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે.હાલ માં આ નવા કોરોના ના બીજા રાઉન્ડ સામે લડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ કોરોના ના પહેલો રાઉન્ડ હજુ દુનિયા ને હંફાવી રહ્યો છે ત્યાંજ સેકન્ડ રાઉન્ડ માં નવા લક્ષણો સાથે કોરોના વાયરસે કરવટ બદલતા દુનિયા માં ચિંતા પ્રસરી ગઈ છે.
