ઘણી મહિલાઓને આંટી શબ્દ પસંદ નથી હોતો કારણ કે તેઓ ને કોઈ આંટી કહેતો તે પોતે ઉંમર માં મોટી થઈ ગઈ હોવાનું ફિલ કરે છે તેથી આંટી કહેનાર ને સરખો જવાબ નથી આપતી અથવા કહી દે કે હું હજી આંટી નથી થઈ.
ચાઈનામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલાએ પોતાના રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોને પોતાને આંટી નહિ કહેવા રીતસરનું બોર્ડ મારી દીધું છે અને બોર્ડ વાંચ્યા પછી પણ જો કોઈ ગ્રાહક તે મહિલાને આંટી કહે તો તેનો ઓર્ડર લેવામાં આવતો નથી.
તાઈવાન ન્યૂઝના હવાલેથી ખબર સામે આવી છે કે એક હોટલના માલકીન મહિલા પોતાને ‘આંટી’ કહેવાનો ઇનકાર કર્યો છે. આ હોટેલ તાઓયુઆનમાં આવેલી છે, જે ન્યુ તાઈપેઈના દક્ષિણપશ્ચિમમાં એક શહેર માં છે જ્યાં વિવિધ પ્રકારના નાસ્તાનું વેચાણ કરવામાં આવે છે.
આ પોસ્ટ Baofi Commune નામના ફેસબુક ગ્રુપના સભ્ય દ્વારા શેર કરવામાં આવી છે. સભ્યએ તે હોટલનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે.
પોસ્ટમાં, સભ્યએ લખ્યું છે કે ‘આંટી’ ન કહેવા માટે ચીની ભાષામાં સાઈન બોર્ડ લગાવ્યું છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ‘ફૂડ ઓર્ડરની ક્વોલિટી જાળવવા માટે, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, કૃપા કરીને માલિકને આંટી ન બોલાવો.’ આ બોર્ડ પર હોટલ માલકિનનો ફોટો પણ છે.
મેમ્બરે પોતાનો અનુભવ કહ્યો
મેમ્બરે પોસ્ટમાં આગળ લખ્યું કે પોતે હોટલમાં ખાવાનું પણ ઓર્ડર કર્યું હતું અને ભૂલથી માલકિનને ‘આંટી ‘ કહીને બોલાવી હતી. તેણે ઓર્ડરમાં કહ્યું, ‘આંટી, મને ડુંગળી સાથે સ્મોક્ડ ચિકનનો જાડો ટુકડો અને એક ગ્લાસ ઠંડુ દૂધ જોઈએ છે.’ સભ્યએ જણાવ્યું કે તેના મોંમાંથી ‘આંટી’ શબ્દ સાંભળ્યા પછી, માલકિને તેની અવગણના કરી અને તેનો ઓર્ડર ન લીધો.
દરમિયાન અન્ય એક ગ્રાહકે તેને હોટલ માલિકને ‘આંટી’ ન કહેવાનું કહી બોર્ડ તરફ ઈશારો કરતા મેમ્બરે ત્યારબાદ તે મહિલાને ‘સુંદર મહિલા બોસ’ કહ્યા પછી તેનો ઓર્ડર લેવામાં આવ્યો.
તેના પર માલકિને જવાબ આપતા કહ્યું કે આ બોર્ડ તમારા જેવા લોકો માટે જ બનાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ મેમ્બરે ફેસબુક ગ્રુપ પર ફોટો શેર કર્યો અને પોતાનો અનુભવ પણ શેર કર્યો.
આમ,આંટી શબ્દથી નારાજ મહિલાએ રીતસર હોટલ ઉપર બોર્ડ મારતા દુનિયાભરમાં આ સમાચાર વાયરલ થયા હતા.