આજકાલ સોશ્યલ મીડિયા માં ગોદી મીડિયા શબ્દ નો લોકો ખુબજ ઉપયોગ કરતા થઈ ગયા છે અને પ્રેસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આવું કંઈક અમેરિકામાં પણ જોવા મળ્યું. હાલ માં અમેરિકા અને ચીન વચ્ચે કોરોના ફેલાવવા મામલે વિવાદ છે ત્યારે અમેરિકાના કેટલાક સમાચારપત્રો ચીન નું સારું સારું લખતાં હતા અને વાહવાહ કરતા હતાજેથી આવા અખબારો સવાલોના ઘેરામાં આવી ગયા હતા પરંતુ જ્યારે સાચી વાત બહાર આવી ત્યારે અમેરિકન લોકો માં આવા અખબાર અને પત્રકારો સામે આક્રોશ ફેલાયો છે.
ચીની સરકારના મુખપત્ર ચાઈના ડેઈલી એ અમેરિકન અખબારો ની મોટી પોલ ખોલી નાંખી છે જેથી સનસનાટી મચી છે. ડેલી લોકરને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ચીનના મુખપત્રએ છેલ્લા 4 વર્ષોમાં અમેરિકાના સમાચારપત્રોને 19 મિલિયન ડૉલર ચુકવ્યા છે.જેથી પૈસા લઈને ચીનની જ વાહવાહી અને ગુણગાન ગાવા બદલ અમેરિકાના ઘણા સમાચારપત્રો હવે વિવાદમાં ફસાયા છે.
અમેરિકી ન્યાય વિભાગમાં રજુ કરવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નિયંત્રણ હેઠળના સમાચાર પત્ર ડેઈલી ચાઈનાએ નવેમ્બર 2016થી ધ વોશિંગ્ટન સ્ટ્રીટ જર્નલને 4.6 મિલિયન ડોલરથી પણ વધારે અને વોલ સ્ટ્રીટ જર્નલને લગભગ 6 મિલિયન ડૉલર ચુકવ્યા છે, રિપોર્ટ પ્રમાણે આ બંને સમાચારપત્રોએ પેડ સપ્લીમેંટ્સ પ્રકાશીત કર્યા જેને ડેઈલી ચાઈનાએ ચાઈના વોચ નામ આપ્યું છે. આ સપ્લીમેંટ્સ એકદમ વાસ્તવીક સમાચારની જેમ જ ડિઝાઈન કરવામાં આવ્યા છે. પરંતુ તેમા મોટા ભાગે બેઈજિંગ સમર્થિત અહેવાલ અને કાર્યક્રમો જ રહેતા.
અમેરિકાના ન્યાય વિભાગના રિપોર્ટ પ્રમાણે ડેઈલી ચાઈનાના આ ઉપરાંત પણ કેટલાક અન્ય સમાચારપત્રોને પણ નાણાં ચુકવ્યા હતાં. જેમાં ન્યૂયોર્ક ટાઈમ્સને 50 હજાર ડૉલર, ફોરેન પોલિસીને 2400000 ડૉલર, ધ ડેસ મોઈનેસ રજિસ્ટને 34600 ડૉલર અને CQ-Roll Callને 76000 ડૉલર આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ રીતે ચીનના સરકારી સમાચારપત્રએ અમેરિકાના સમાચારપત્રો પર કુલ 11,002,628 ડૉલર અને આ ઉપરાંત ટ્વિટર પર જાહેરખબર માટે 265822 ડૉલર ખર્ચ્યા હતા.
આ ઉપરાંત અમેરિકી સમાચારપત્ર ધ લોસ એન્જલસ ટાઈમ્સ, ધ સેઅટલ ટાઈમ્સ, ધ એટ્લાન્ટા જર્નલ-કોન્સ્ટિસ્યુશન, ધ શિકાગો ટ્રીબ્યૂન, ધ હ્યુસ્ટન ક્રોનિકલ અને ધ બોસ્ટન ગ્લોબને ડેઈલી ચાઈનાના ગ્રાહકો તરીકે નોંધવામાં આવ્યા છે. એફએઆરએ ફાઈલિંગ અનુંસાર ચીની સેવાઓએ પ્રિંટિંગ સેવાઓ માટે લોસ એન્જલસ ટાઈમ્સને 657523 ડોલરની ચુકવણી કરી હતી. આ બધા જ સમાચારપત્રોમાં ચીનની વાહવાહી જ કરવામાં આવતા લેખ અને સમાચારો છાપવામાં આવતા હતાં. જેથી હવે અમેરિકા માં આવા સમાચારપત્રો સામે લોકો માં રોષ ની લાગણી જન્મી છે અને પૈસા લઈને વિરોધી દેશ ના ગુણગાન ગાવા બદલ તેઓ ની વિશ્વનીયતા જોખમ માં મુકાઈ ગઈ છે લોકો માં ગોદી મીડિયા સામે નફરત ફેલાઈ છે.
