વિશ્વયુદ્ધ વખતે ઉપયોગ માં લેવાયેલા જીવાણુ બૉમ્બ ની વિનાશક ભયંકર તબાહી જોતા બાદ માં જીવાણુ હથિયારો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ આવા જીવાણુ અખતરા બંધ કરાયા હતા પરંતુ ચીન દ્વારા વુહાન ની તેની લેબ માં બોયઇજિકલ વેપન્સ નું કામ ચાલુ રાખ્યું હતું અને કોરોના વાયરસ તૈયાર કરી લીધો હતો કે તે કોઈપણ દેશ ઉપર તેનો યુદ્ધ ની સ્થિતિ માં પ્રયોગ કરી શકે પરંતુ લેબ માં લીકેજ થયા બાદ સ્થાનિક સ્તરે તબાહી થયા પછી પણ ચીને કાબુ માં લઇ લીધો છે અને તેની વેકસીન પોતાની પાસે છે હવે દુનિયા નું અર્થતંત્ર ભાંગી નાખી વિશ્વ માં પોતાનું સામ્રાજ્ય ઉભું કરતા તેને કોઈ રોકી નહિ શકે અને વિશ્વ માં તેનું બજાર ઊંચું હશે જોકે કોરોના અંગે ચાઇના ની પોલ ખોલનારા એક ડોકટર ને પહેલે થી જ મોતને ઘાટ ઉતારાયા હતા બાદ માં પત્રકારો ને પણ ગુમ કરી દેવાયા હતા અને વિદેશી પત્રકારો ને ચાઇના માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા પણ ચીન ના વધુ એક ડોક્ટરે ચાઇના ના ભેદી કોરોના વાયરસ ચીન ની પેદાશ હોવાનો ધડાકો કર્યો છે જેનાથી વાસ્તવિકતા નો ખ્યાલ આવી જાય છે
આ વાયરસને એક બાયોકેમિકલ આતંકી હુમલાનું વેપન ગણાવવામાં આવ્યું છે. આ પહેલો પુરાવો નથી જે ચીનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કરે છે. અગાઉ પણ આ પ્રકારના અનેક દાવા સામે આવતા રહ્યાં છે.
ચીન કોરોનાને લઈને દુનિયા સામે ઘણું છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તેની કરતૂત લાંબા સમય સુધી છૂપાયેલી રહેશે નહીં. કોરોના વાયરસ પર ચીનના ડોક્ટર લી વેનલિયાંગ બાદ હવે વધુ એક ડોક્ટરે પણ ચીનની પોલ ખોલી છે. વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના ઈમરજન્સી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર આઈ ફેને ચીન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. ડો.આઈફેને પોતાના આરોપ માં જણાવ્યું છે કે ચીનના સરકારી અધિકારીઓએ તેમને ધમકી આપી હતી કે જો કોઈને આ વાયરસ અંગે જણાવ્યું તો અંજામ ખરાબ આવશે ,ડોક્ટર આઈફેને દુનિયાને એમ પણ જણાવ્યું કે પોતાને જો ખબર હોત કે આ વાયરસ આટલા લોકોના જીવ લઈ લેશે તો ક્યારેય ચૂપ બેસત નહીં અને તેજ વખતે સમગ્ર દુનિયાને આ વાત જણાવી દેત તેઓ ના આ નિવેદન થી ચાઇના સામે સવાલો ઉભા થયા છે.
ચીનથી ફેલાયેલા આ કોરોના વાયરસ હાલ તો સમગ્ર દુનિયા માટે ખતરો ઉભો કરી દીધો છે અને મૃત્યુઆંક ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ વિશ્વ ના માર્કેટ ઉપર રાજ કરવા વપરાઈ રહેલા જૈવિક ખતરા એ નવો જન્મ લીધો છે અને દુનિયા ના દેશો જાણવા છતાં વિવશ બની ગયા છે.
