ચાઇના ના વુહાન ની વિવાદી લેબ માંથી પ્રસરેલો ખતરનાક જીવાણુ બોમ્બ કોરોના વાઈરસ ના જંતુઓ જોતજોતામાં ચીન માં પ્રસરી જતા અત્યાર સુધી માં 20 લાખ ચીની નાગરિકો મોત ના ખપ્પર માં હોમાઈ ગયા હોવાની વાસ્તવિકતા ધીરેધીરે બહાર આવી રહી છે અને ચાઇના બધી વાતો છુપાવી રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે , ચીનમાં જે સત્તાવર મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યો છે તેના કરતા મૃત્યુઆંક વધારે ઊંચો હોવાની ચોકાવનારી વાત ચીનના જ બ્લોગરે કરી છે. ચીનના બ્લોગરે કરેલા ડેટા એનાલિસિસ પ્રમાણે તેણે દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 20 લાખ હોય શકે છે.
ચીનની સરકાર દ્વારા તમામ ન્યૂઝ અને ઈન્ફોર્મેશન ઉપર સીધો કંટ્રોલ છે અને તે સ્વતંત્ર ન્યૂઝ આપી શકતા નથી ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસથી 3227 લોકોના મોત થયા છે અને 81093 લોકો પોઝિટિવ છે. પરંતુ આ વાત ખોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે કોરોના વાઈરસ સૌથી પહેલા ચીનના વુહાન શેહરથી ફેલાયો હતો કે જ્યાં તેની જીવાણુ વાયરસ તૈયાર કરવાની લેબ આવેલી છે ,સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ મૃત્યુઆંક સામે ચીનના ઘણા નાગરિકોએ ડોક્યુમેન્ટ અને વીડિયો જાહેર કરીને પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ત્રણ મહિનામાં ચીનમાં 21 મીલિયન (બે કરોડ 10 લાખ) સેલફોન યુઝર ઓછા થઈ ગયા છે.
ન્યૂયોર્ક સ્થિતિ ચીનના બ્લોગર જેનિફર ઝેંગે 19 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવર ડેટા સાથે આ વાત કરી છે. જે દર્શાવે છે કે ફેબ્રઆરી 2020માં સેલફોન યુઝર 1.600957 બિલિયનથી ઘટીને 1.579927 બિલિયન થઈ ગયા છે. આ જ રીતે લેન્ડલાઈનના યુઝર છેલ્લા મહિનામાં 190.83 મિલિયનથી 189.99 મિલિયન એટલે કે 8 લાખ 40 હજારનો ઘટાડો થયો છે.
18 ડિસેમ્બર 2019 અને નવેમ્બર 2019માં જાહેર કરવામાં આવેલા ડેટાની સરખામણી કરીએ તો સેલફોન અને લેન્ડલાઈન યુઝરમાં જોરદાર ઘટાડો થયો છે. ગયા વર્ષના આજ મહિના ડેટો જોઈએ તો તેમાં સેલ ફોનની સંખ્યામાં 24.37 મિલિયન અને લેન્ડલાઈન યુઝરમાં 6.64 મિલિયનનો વધારો જોવા મળ્યો હતો. જોકે આ બ્લોગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસના કારણે મોતને ભેટનાર લોકોના એકાઉન્ટ બંધ પણ કરી દેવામાં આવ્યા હોય શકે છે.આમ ચાયના દ્વારા તૈયાર કરાયેલો જીવાણુ બૉમ્બ તેનાજ દેશ માં ફાટતા લાખ્ખો ચીની નાગરિકો મોત ને ભેટ્યા હોવાનું બહાર આવી રહ્યું છે અને ભવિષ્યમાં આ વાત સાબિત પણ થશે કે ચીન દ્વારા તૈયાર કરાયેલ વાયરસ કોરોના એક જૈવિક હથિયાર હતું.
