ચાઇના ની વુહાન ની વિવાદિત લેબ માંથી લીકેજ થયેલો મનાતો કોરોના વાયરસ હજુ કાબુ માં આવ્યો નથી અને અનેક લોકો ને પોતાના ખપ્પર માં લઇ લીધા છે ત્યારે ચીન માં દેખાયેલા વધુ એક નવા વાયરસ ને લઈ દુનિયા માં ટેંશન ઉભું થયું છે.
ચીનમાં કોરોનાવાયરસ પછી જોવા મળેલા (hantavirus) આ વાયરસ હંતા વાયરસ તરીકે ઓળખાય છે. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક હોઈ શકે છે, આ વાયરસે એક વ્યકિત નો ભોગ પણ લઇ લીધો છે. ચીનનાં યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિ નું મોત હંતા વાયરસથી થયુ હોવાની વાત સામે આવી છે આ વ્યક્તિ બસ માં શાંડોગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તે હંતા વાયરસથી ચેપગ્રસ્ત થયો હતો. બસમાં સવાર અન્ય 32 લોકોની પણ તપાસ કરવામાં આવી હતી. આ અહેવાલ બહાર આવ્યા બાદ લોકો ચીન સામે રોષે ભરાયા છે. અને મોટી સંખ્યામાં લોકો ટ્વિટ કરીને ભય વ્યક્ત કરી રહ્યા છે અને કોરોના વાયરસની જેમ કયાંક આ વાયરસ પણ મુસીબત બની ન જાય, લોકો પોતાના અભિપ્રાય માં જણાવી રહ્યા છે કે જો ચીન વાયરસ ઉપર અખતરા અને જાનવરોને ખાવાનું બંધ નહી કરે તો આવુ થતું રહેશે. આ હંતા વાયરસ ઉંદરનાં સેવનથી થાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોના વાયરસ જેટલો હંતા વાયરસ ઘાતક નથી અને કોરાનાવાયરસનાં વિપરીત આ હવાનાં માર્ગે ફેલાતો નથી. આ ઉંદર અને ખિસકોલીનાં સંપર્કમાં આવવાથી થાય છે.
સેંટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશનનાં જણાવ્યા મુજબ ઉંદરો માં હંતા વાયરસ સંક્રમણથી આ આવાયરસ ફેલાય છે. આ વાયરસ જીવલેણ છે. આ વાયરસથી તાવ, માથામાં દર્દ, શરીરમાં દુખાવો, ઉલ્ટી ફેફસામાં પાણી ભરાવું વગેરે લક્ષણો છે.
