ભારતીય સૈનિકો ની જિંદગી હણી લેનાર ચાઈના સામે ભારત ના લોકો માં આક્રોશ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે અને સોશ્યલ મીડિયા માં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે . વિગતો મુજબ ભારત-ચીન સરહદ પર ચાલુ વર્ષે પ્રથમવાર તા. 5 મેના રોજ લદ્દાખના પેંગોંગ તળાવ નજીક બંને દેશોની સૈન્ય વચ્ચે વિવાદ થયો હતો , ત્યારબાદ 9 મેના રોજ સિક્કિમમાં બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ બંને દેશ વચ્ચે લશ્કરી કમાન્ડર-સ્તરની વાતચીત 6 જૂનથી શરૂ થઈ હતી અને જાણાવાતું રહ્યું કે બધું ઑકે છેઅને આ દરમિયાન બંને દેશો વચ્ચે અત્યારસુધી માં કુલ ચાર બેઠક યોજાઈ ચુકી છે. આ અતિ ગંભીર કહી શકાય તેવા વિવાદને 44 દિવસ થઇ ગયા હોવાછતાં દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે એકપણ વાર કંઈ બોલ્યા નથી. એટલું જ નહીં, વિદેશમંત્રી એસ જયશંકર પણ આ સમગ્ર મામલે મૌન ધારણ કરી રાખ્યું છે. તેઓ ના ટવીટર એકાઉન્ટ ઉપર નજર કરવામાં આવે તો તા.5 મેથી તેમણે ટ્વિટર પર 75 થી વધુ ટ્વીટ લખ્યા છે, પરંતુ એકપણ વખત ચીનનો ઉલ્લેખ કર્યો નથી.ત્યારે જેઓનાં શિરે દેશ ની જવાબદારી છે તે લોકો આ રીતે વર્તે તે અજીબ લાગે જેની નોંધ આખું વિશ્વ લે તે વાત સમજવી રહી.
ચાઈના એ દગો કરીને હુમલો કર્યો તે અંગે સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 15 થી 20 સૈનિક હજુ ગુમ છે આ પૈકી કેટલાક સૈનિક ચીનના કબ્જામાં છે. ચીન થોડા-થોડા સમયે ભારતીય સૈનિકોના મૃતદેહ મોકલી રહ્યું હતું. કેટલાક સૈનિક નદીમાં પડી ગયા છે, જેમના મૃતદેહ મળી રહ્યા છે. 24 કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે. પણ તેમની કોઈ જ ભાળ મળી નથી. લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીનના હેલિકોપ્ટરની મૂવમેન્ટ વધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 20 પૈકી 3 સૈનિક ગોળી લાગવાથી શહીદ થયા છે. 45 સૈનિકને બંધક બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી 25 સૈનિકને છોડી મુકાયા છે. 135 ભારતીય સૈનિક ઈજા પામ્યા છે.આ અગાઉ સેનાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે બન્ને સેના હવે પીછેહઠ કરી છે. લાઈન ઓફ ડ્યુટી સમયે ભારતના 17 સૈનિકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આમ ચીન ને તેની જ ભાષા માં જવાબ આપવાનો સમય પાકી ચુક્યો છે. અને રાજનીતિ બંધ કરવી જોઈએ.
