ભારત વિરુદ્ધ નેપાળ ને ઉશ્કેરનાર ચાઈના એ નેપાળ ખોળા માં બેસાડી લોલીપોપ આપ્યા બાદ આખરે પોતાનો અસલી ચહેરો બતાવી નેપાળ ની જમીન ઉપર ધીરે ધીરે કબજો કરી લેતા હવે નેપાળ બરાબર નું ભેરવાયું છે.
ચીને તિબેટમાં રોડ નિર્માણના બહાને નેપાળની જમીન પર કબજો કરી દીધો છે. નેપાળ સરકારના કૃષિ મંત્રાલયના સરવે ડિપાર્ટમેન્ટમાં 11 આવા સ્થળોની યાદી છે જેમાંથી ચીને 10 પર કબજો કરી દીધો હોવાનું સામે આવ્યુ છે. એટલું જ નહીં 33 હેક્ટરની નેપાળી જમીન પર નદીઓના વહેણ પણ બદલી નખાયાં છે અને પ્રાકૃતિક સરહદ બનાવીને કબજો કરી લેવાયો છે.
ચીને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર(ટીએઆર)માં રોડ નેટવર્ક માટે કામ ચાલુ કર્યુ છે જેનાથી નદીઓ અને સહાયક નદીઓનો રસ્તો બદલાઈ ગયો છે અને હવે તે નદીઓ નેપાળની તરફ વહેવા માંડી છે. દસ્તાવેજોમાં દાવો કરાયો છે કે જો તે કામ ચાલુ રહેશે તો નેપાળનો મોટો હિસ્સો(ટીએઆર)માં જતો રહેશે. સાથે જ ચેતવણી અપાઇ છે કે જો સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો નેપાળ તરફ જમીન જતી રહેશ. ચીનના નિર્માણ કાર્યને કારણે બગડરે ખોલા નદી અને કરનાલી નદીનો રસ્તો બદલાઈ ગયો છે અને હુમલા જિલ્લામાં 10 હેક્ટર જમીન પર કબજો કરી લેવાયો છે. 6 હેક્ટર જમીન રસૂવા જિલ્લામાં સિન્જેન, ભુરજુક અને જાંબુ ખોલાના રસ્તા બદલાવાના કારણે અતિક્રમણમાં જઇ ચૂકી છે. જ્યારે નેપાળની 11 હેક્ટર જમીન અંગે ચીન પહેલાંથી જ તિબેટમાં હોવાનો દાવો કરી ચૂક્યો છે.આમ ચીન ના પડખા માં ભરાવા જતા નેપાળ ની મોટી જમીન ગુમાવવા નો વારો આવ્યો છે અને ચાઈના ધીરેધીરે નેપાળ ની જમીન હડપ કરી રહ્યું છે.
