ચાઈના એક તરફ ભારત સાથે મધ્યસ્થી થી ઉકેલ લાવવાની વાત કરીને ભારત ને અસાવધ બનાવી અચાનક હુમલો કરવાની પેરવી કરી રહ્યા નું ધ્યાને આવી રહ્યું છે.
ચીન સેન્ટ્રલ ટેલિવિઝન(CCTV) ના અહેવાલો મુજબ સોમવાર રાતે લગભગ 1 વાગે PLA ની સ્કાઉટ યૂનિટે તાંગુલા પર્વત તરફ વધવાનું શરૂ કર્યું હતું. માર્ચ દરમિયાન ગાડીઓની લાઇટો બંધ હતી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદ લેવામાં આવી હતી જેથી ડ્રોનથી બચી શકાય તેવી સૈનિકો ને તાલિમ અપાઈ હતી ,માર્ગની મુશ્કેલીઓને પાર કરી ડ્રોનની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ટાર્ગેટ નજીક પહોંચી કોમ્બેટ ટેસ્ટ પણ કરવામાં આવ્યા ના અહેવાલ છે જે માટે સ્નાઇપર યૂનિટને આગળ મોકલવામાં આવી હતી. સાથે જ ફાયર સ્ટ્રાઇક ટીમે ઓછા વજનવાળા હથિયારોવાળી ગાડીઓને એન્ટી ટેન્ક રોકેટથી ટાર્ગેટ કરવાનો યુઘ્ધભ્યાસ કરાયો હતો.ત્યાર બાદ કમાંડરોએ ગાડી ઉપર લાગેલા ઇન્ફ્રારેડ સૈન્ય પરીક્ષણ સિસ્ટમની મદદથી સેનાની ટુકડીને આગળ લડાઈના ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. આ યુદ્ધાભ્યાસ દરમિયાન લગભગ 2000 મોર્ટાર શેલ, રાઇફલ ગ્રેનેડ અને રોકેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ નવા હથિયારો સાથે લડવા સેના કેટલી તૈયાર છે તે ટ્રેનિંગ અપાઈ હતી સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી રીતે લડવું તે અંગે પણ અભ્યાસ કરતા ભારતે હવે ચેતવા ની જરૂર છે અને તે માટે તૈયારી રાખવી પડશે
