ચાઈના એ છેતરી ને ભારતીય જવાનો ને નિશાન બનાવવવાની ઘટના બાદ હવે તેમની વાતો માં આવી ને વધુ સૈનિકો ના જાન ગુમાવવા ન પડે તે માટે નો વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો છે અને ચીન ને તેની જ ભાષા માં જવાબ આપવા ઇન્ડિયન ફોજે પોતાની પોઝીશન સાંભળી લીધી છે અને લેહ અને અન્ય સરહદો પર લશ્કરે તેની મૂવમેન્ટ વધારી દઈ ને લદ્દાખથી જે પણ યુનિટ્સ પીસ સ્ટેશન પરત ફરવાની હતી તેને પણ ત્યાં જ રોકાવા આદેશ આપી દેવાયા છે. ભારતીય સેનાએ લદ્દાખની આજુબાજુના વિસ્તારોમાં ગોઠવવામાં આવેલી પોતાની યુનિટ્સને લેહમાં એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કાશ્મીર અને જમ્મુમાં રહેલા યુનિટ્સને પણે ગમે સમયે જરુર પડે તો લેહ જવા માટે આદેશ આપી દેવાયા છે.
એટલું જ નહીં હવે આરપાર ની લડાઇ માટે લદ્દાખમાં સીમા નજીક ગામોને ખાલી કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે સેનાએ સાવચેતીના ભાગરૂપે ગામોને ખાલી કરવા લોકોને જણાવી દીધું છે અને દેમચોક પેંગોંગ સરોવરની આજુબાજુની વસાહતને પણ સાવધ રહેવા જણાવાયું છે. સીમા નજીકના વિસ્તારોમાં મોબાઈલ ફોન સેવા બંધ કરી દેવાઈછે. અહીં સેનાના લેન્ડલાઈન ફોન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.અને માત્ર ઓપરેશન સાથે જોડાયેલ ફોન જ કામ કરી રહ્યા છે. જે તમામ પર ઈનકમિંગ કોલ્સ બંધ છે. લેહ સિટીની બહાર સેના ઉપરાંત તમામ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે અને શ્રીનગર-લેહ હાઈવે પણ સામાન્ય નાગરિકો ની અવર જવર માટે બંધ કરી દેવાયો છે.હાલ માં કોરોનાને લીધે જે અધિકારીઓ અને જવાનો રજા પર હતા તે તમામ ની રજા રદ્દ કરી દેવામાં આવી છે અને ફરજ પર હાજર થવા જણાવી દેવામાં આવ્યું છે
ચીન સાથે જોડાયેલી 3400 કિમી લાંબી લાઈન ઓફ એક્સ્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર એલર્ટ આપવામાં આવ્યુ છે. તમામ જગ્યા ફોરવર્ડ પોસ્ટની કંપની કમાન્ડરને ચીન તરફથી કોઈ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવા આદેશ અપાયો છે.
દરમિયાન મંગળવારે રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમખો વચ્ચે બેઠકમાં નૌકાદળને પણ તેના વોરશીપ (યુદ્ધપોત) ચીન નજીકના વિસ્તારોમાં ગોઠવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સેના ઉપરાંત ચીન સાથે જોડાયેલી સીમા પર રહેલી ITBPએ પણ તેના સૈનિકોને એલર્ટ કર્યા છે. હવાઈદળે હિમાચલ અને ઉત્તરાખંડમાં તેના ફોરવર્ડ બેઝ પર ફાઈટર જેટ ખડકી દેવામાં આવ્યા છે આમ હવે ખરાખરી ના જંગ માટે ચાઇના ને તેણીજ ભાષા માં જવાબ આપવા સેના ને છૂટ આપી દેવતા સરહદ ઉપર યુદ્ધ પહેલા પ્રવર્તી રહેલી સ્થિતિ ઉભી થઇ છે અને સેના એલર્ટ થઇ જતાં ચાઈના તરફ થઈ રહેલી હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
