ચીની સૈન્ય એ જાણે આખી દુનિયા ઉપર કબ્જો જમાવવો હોય તેમ તમામ જગ્યાએ ભીંસ વધારતાં હવે જગત જમાદાર અમેરિકા એલર્ટ થઈ ગયું છે અને ભારત સહિત ના દેશો સામે દાદાગીરી કરતા ચીન ને ઠેકાણે પાડવા માટે યુરોપથી અમેરિકન સેનાને શિફ્ટ કરવા નક્કી કરાયુ છે, ગુરુવારે વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના સૈનિકો શિફ્ટ કરશે.
બ્રેસેલ્સ ફોરમમાં પોમ્પિયોને સવાલ પુછવામાં આવ્યો કે, અમેરિકાએ જર્મનીમાં સંખ્યા ઓછી કેમ કરી ત્યારે તેઓ એ આ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું કે અમેરિકા હવે પોતાના સૈનિકો ને ચીન થી જોખમ ધરાવતા દેશો ની સુરક્ષા માટે ખડકાશે.
તેમણે કહ્યું કે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના એક્શનનો અર્થ થાય છે કે, ભારતની સાથે વિયતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પેલેસ્ટાઈન અને સાઉથ ચાઈનાથી પણ જોખમ છે. અમેરિકન સેના આ પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
એશિયામાં ચીનની દાદાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા એ જર્મનીમાં તૈનાત 52000 અમેરિકન સૈનિકોમાંથી 9,500 સૈનિકો એશિયામાં તૈનાત કરશે. અમેરિકા આ પગલુ એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે ભારતમાં પૂર્વ લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ની બાજુમાં ચીને ભારતમાં તંગ પરિસ્થિતિ સર્જી રાખી છે, બીજી તરફ વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સાઉથ ચાઇના સીમાં એક ખતરો બનેલો છે. આમ હવે ચીન સામે ભીંસ વધારવા માટે અમેરીકા મોટું પગલું ઉઠાવવા જઈ રહ્યું છે પરિણામે આગામી દિવસોમાં તેની અસરો જોવા મળશે.
