ચાઈના ભારત સરહદે વારંવાર અટકચાળા કરી રહ્યું છે અને ગલવાન ઘાટીમાં ચાઈના એ ભારતીય સૈનીકો ને દગા થી ટાર્ગેટ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ હાલ રશિયાની મુલાકાતે જઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ જલ્દી થી ભારત ને આપવા માંગ કરી છે . ભારતને આ વર્ષના અંત સુધીમાં S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાની હતી. પરંતુ કોરોના માં બધું અટવાઈ જતા ડિલિવરીમાં વિલંબ થશે એવું રશિયાએ ગત એપ્રિલમાં સત્તાવાર રીતે જણાવી દેવાયું હતું. જોકે હાલ માં ચીન સરહદે તણાવ ઊભો થતાં ભારતે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની જલ્દી ડિલિવરી કરવા રશિયા પર દબાણ શરૂ કર્યું છે. આ સિસ્ટમ ભારતની સીમામાં પ્રવેશતાં યુદ્ધવિમાન કે મિસાઈલને 400 કિમી દૂરથી જ ઓળખીને તોડી પાડવા સક્ષમ છે તેનાં સામેલ થવાથી ભારતીય સૈન્ય વધુ મજબૂત બની શકે છે જોકે આ બધા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી સહિતના કેટલાંક સુરક્ષા નિષ્ણાંતો શા માટે આ સિસ્ટમ સામે શંકાઓ વ્યક્ત કરી રહયા છે.જેના કારણો પણ જાણવા જેવા છે.
રશિયન બનાવટની આ સિસ્ટમ માટે ભારતે ડીલ કરી ત્યારે જ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ તેનો વિરોધ કર્યો હતો. સ્વામીના વિરોધમાં બે મુદ્દા મહત્વના હતા, જે એમણે ગત 12 જૂને કરેલ ટ્વિટમાં પણ વ્યક્ત કર્યા હતા.
સ્વામીના દાવા પ્રમાણે S-400ની રડાર સિસ્ટમમાં વપરાયેલ તમામ ઈલેક્ટ્રોનિક સેન્સર ચીની બનાવટના છે. મિસાઈલની નેવિગેશન કન્ટ્રોલ સિસ્ટમ પણ ચીને બનાવેલી છે. એ સંજોગોમાં ચીન રિમોટ ઓપરેશન્સથી ભારતના S-400ને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત રશિયા તેના સંરક્ષણ વેપારમાં ચીનનું ભાગીદાર જ છે. એટલે એકતરફ આપણે ચીન ના સમાન નો બહિષ્કાર કરી આત્મનિર્ભર બનવાની વાત કરીએ છીએ અને બીજી તરફ સરકાર આડકતરી રીતે ચીનને જ ફાયદો કરાવી રહી છે. સ્વામી ઉપરાંત કેટલાંક સુરક્ષા વિશેષજ્ઞોએ પણ S-400ની કન્ટ્રોલ સિસ્ટમમાં ચીનની જાણકારીના ભયસ્થાન સામે સરકાર ને અવગત કરી છે કારણ કે આટલી મોંઘી આ સિસ્ટમ માં ચીન દ્વારા તેમાં સેન્સર લાગેલા છે જે વાત વિચાર કરતા કરી દીધા છે.સૌથી મહત્વની વાત એ છે કે, રશિયાએ વર્ષ 2014માં જ ભારતને આ સિસ્ટમની ઓફર કરી હતી. પરંતુ ત્યારે ભારતને તેની કિંમત બહુ મોંઘી લાગી હતી. એ પછી તરત રશિયાએ ચીનને આ સિસ્ટમ વેચી હતી. ભારત સાથે કાયમી સરહદી વિવાદ ધરાવતું ચીન જો આ સિસ્ટમથી સજ્જ હોય તો ભારત માટે જોખમ વધી જાય. આથી ચીન ને કાબુ માં રાખવા ભારતને પણ S-400ના કુલ 5 યુનિટ 500 કરોડ ડોલરની કિંમતે વસાવવાની ફરજ પડી છે.પરંતુ આ સીસ્ટમ માં ચીન ની રશિયા સાથેની ભાગીદારી થી કેટલાક સવાલો પણ ઉભા થયા છે.
