ચાઈના ભારત સરહદ ઉપર મોટી સંખ્યા માં સૈનિકો ખડકી રહ્યું છે,અને શસ્ત્રો પણ એકત્ર કરી રહ્યું છે તેની દાનત ભારત નો કેટલોક હિસ્સો પડાવી લેવાનો છે ત્યારે બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓએ એક નિવેદનમાં કહ્યું કે ચાઈના માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો માટે ખતરો બની રહ્યું છે તેની સામે પગલાં ભરવા નો સમય પાકી ગયો છે, તેઓએ જણાવ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અત્યારે દક્ષિણ ચાઇના સમુદ્ર અને અન્ય દેશો માટે ખતરો બની રહી છે. તેની સામે યોગ્ય તૈયારી કરવી પડશે. પોમ્પીઓએ કહ્યું હતું કે ચીન મામલે યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓ પાસેથી પણ ફીડબેક લેવામા આવ્યો હતો.
પોમ્પીઓએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરે છે જેમાં સાઉથ ચાઇના સી અને ભારત સામે લશ્કરી કાર્યવાહી સામેલ છે. ભારત સાથે ચીન વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને સાઉથ ચાઇના સી માટે ખતરો છે. તેની સામે વળતો જવાબ આપવા યોગ્ય રીતે તૈયારી રાખવી પડશે
પોમ્પીઓએ કહ્યું- અમારા એક રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે ચીનમાં લેબરને લઇને કોઇ માનવાધિકાર નથી. અહીં બળજબરીપૂર્વક શ્રમિકોને કામ કરાવવામા આવે છે અને તેઓ જે પરિસ્થિતિમાં કામ કરે છે તે અત્યંત ભયજનક અને દયનીય છે. સીસીપી અને બેલ્ટ તેમજ રોડ પ્રોજેક્ટ્સમાં જે શ્રમિકો કામ કરે છે તે અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં કામ કરે છે.આમ ચાઈના હવે તેની હદ બહાર જઇ રહ્યું છે જેની સામે હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે.
